- મોરબી સિવિલ હોસ્પીટલમાં ૧૦૦ નાગરિકોને અપાશે રસી
- સાંસદ મોહનભાઈ કુંડારિયાનાં હસ્તે કરાયું ઉદઘાટન
- આરોગ્ય તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ
આજે સવારે 10:30 કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશમાં કોવિડ-19 વેક્સિનેશનનાં કાર્યક્રમને લીલી ઝંડી બતાવી હતી. ત્યારબાદ ગુજરાત રાજ્યનાં તમામ જિલ્લાઓમાં કોરોના વેક્સિનેશનની કામગિરી શરૂ થઈ ગઈ છે. જેમાં મોરબી જિલ્લામાં બે સ્થળો પર વેક્સિનેશનનાં કાર્યક્રમનો પ્રારંભ થવા જઈ રહ્યો છે.
મોરબી જીલ્લામાં બે જગ્યાએ કોરોના વેક્સિનેશન હાથ ધરાયું ૧૦૦ હેલ્થ વર્કરોને રસીનો પ્રથમ ડોઝ મુકવામાં આવ્યોમોરબીમાં પબ્લિક ફેસેલિટી કેટેગરી હેઠળ મોરબી જનરલ હોસ્પિટલ અને સાપકડામાં પી.એચ.સી. (પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર) ખાતે આ કાર્યક્રમનું ઉદ્ઘાટન અનુક્રમે સાંસદ મોહનભાઇ કુંડારીયા અને ધારાસભ્ય બ્રિજેશ મેરજાની ઉપસ્થિતિમાં થયું હતું. રસીકરણ કાર્યક્રમ માટે અગાઉ વ્યાપકપણે કોરોના વોરિયર્સ, ફ્રન્ટ લાઈન વોરિયર્સ અને 50 વરસથી મોટી ઉંમરના લોકોના નામની નોંધણી થઈ ચૂકી હતી. જેઓને કેન્દ્રો પર ક્રમશઃ બોલાવવામાં આવ્યા હતાં. પ્રાથમિક તબક્કે હાલ મોરબીના બન્ને કેન્દ્રો પર ૧૦૦ – ૧૦૦ હેલ્થ વર્કરોને રસીનો પ્રથમ ડોઝ મુકવામાં આવ્યો હતો. બીજા ડોઝ માટેની તારીખો જાહેર થયા બાદ તેઓને પુન: બોલાવવામાં આવશે.