ETV Bharat / state

કોરોનાને કારણે મોરબીમાં લગ્નના વ્યવસાય સાથે જોડાયેલા વેપારીઓ મુશ્કેલીમાં - hyc story

કોરોના મહામારીમાં અનેક લોકોના રોજગાર ધંધા ઠપ થયાં છે. જેમાં સૌથી વધુ નુકસાન લગ્નના વ્યવસાય સાથે જોડાયેલા લોકોને છે. લગ્ન સમારોહના વ્યવસાય સાથે જોડાયેલા કેટરિંગ, મંડપ સર્વિસ, ફોટોગ્રાફર અને ઓરકેસ્ટ્રા કલાકારો પાસે કોઈ કામ નથી અને તેઓ સતત બીજી સીઝનમાં ઘરે બેઠા છે.

Gujarat News
Gujarat News
author img

By

Published : May 28, 2021, 5:28 PM IST

  • મોરબીમાં લગ્નના વ્યવસાય સાથે જોડાયેલા વેપારીઓ મુશ્કેલીમાં
  • કોરોના મહામારીએ અનેક લોકોની રોજી રોટી છીનવી લીધી
  • લગ્ન સમારોહની ઉજવણીથી અનેક લોકોને મળે છે રોજીરોટી

મોરબી : કોરોના મહામારીએ આમ તો દેશમાં અનેક લોકોની રોજી રોટી છીનવી લીધી છે. એમાં પણ કેટલાક એવા ધંધાર્થીઓ છે. જેના વેપાર ધંધા સાવ ઠપ થઈ ગયા છે અને એક રૂપિયાની આવક પણ તેમની પાસે નથી. હા આપણે અહીં વાત કરીએ છીએ લગ્નના કામકાજ સાથે જોડાયેલા વેપારીઓની ભારતીય સંસ્કૃતિમાં લગ્ન એક ઉત્સવ જેમ ઉજવવામાં આવતા હોય છે. જે લગ્ન સમારોહની ઉજવણીથી અનેક લોકોને રોજીરોટી મળતી હોય છે. જોકે કોરોના મહામારીને પગલે સતત બીજા વર્ષની સીઝન ફેલ ગઈ છે અને લગ્ન સમારોહના વ્યવસાય સાથે જોડાયેલા કેટરિંગ, મંડપ સર્વિસ, ફોટોગ્રાફર અને ઓરકેસ્ટ્રા કલાકારો પાસે કોઈ કામ નથી અને તેઓ સતત બીજી સીઝનમાં ઘરે બેઠા છે. જેથી આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. કોરોના મહામારીએ મોરબીના ઓરકેસ્ટ્રા કલાકારોથી લઈને કેટરિંગ વ્યવસાયવાળાના હાલ કેવા બેહાલ કરી નાખ્યા છે.

મોરબીમાં લગ્નના વ્યવસાય સાથે જોડાયેલા વેપારીઓ મુશ્કેલીમાં મૂકાયા

કોરોના મહામારીના કારણે ફોટોગ્રાફી પર પણ લોકો કાપ મૂકે છે

ઇવેન્ટ મેનેજમેન્ટ વ્યવસાય બંધ થવાના આરે

કોરોના મહામારીને પગલે લગ્ન સમારોહમાં મર્યાદિત મહેમાનોની હાજરીમાં પ્રસંગ ઉજવવા સરકારે ગાઈડલાઈન બહાર પાડી છે. જેથી લગ્ન સમારોહમાં ફોટોગ્રાફી કરીને પરિવારનું ગુજરાન ચાલતા ફોટોગ્રાફર પરેશાન છે. મોરબી ફોટોગ્રાફર એન્ડ વીડિયોગ્રાફી એસોસિએશનના ઉપપ્રમુખ વિનોદભાઈ પટેલ જણાવે છે કે, લગ્ન સમારોહ મર્યાદિત મહેમાનોની હાજરીમાં કરવામાં આવતા હોય છે અને બહુ ધામધૂમ કરાતી નથી. જેથી ફોટોગ્રાફી પર લોકો કાપ મૂકી દે છે. જેથી ફોટોગ્રાફરો કામ વિના ઘરે બેસી રહ્યા છે. જ્યારે ઇવેન્ટ મેનેજર દીપેન ભિલા જણાવે છે કે, સરકારે 50 મહેમાનોની હાજરીમાં લગ્ન યોજવા નિયમો બનાવ્યા છે. જેથી ઇવેન્ટ મેનેજમેન્ટ વ્યવસાય ઠપ થયો છે. હજારો લોકો આ કામ સાથે જોડાયેલા છે, જે નવરા થયા છે અને આવકના નામે તેમની પાસે કઈ પણ બચ્યું નથી. જેથી સરકાર મહેમાનોની સંખ્યામાં વધારો કરે અને રાત્રીના પણ લગ્નની મંજૂરી આપે તો અનેક લોકોને રોજીરોટી મળી શકે તેમ છે.

મયાર્દિત સમયમાં મહેમાનોની હાજરીથી ઓરકેસ્ટ્રા કલાકારોની પરિસ્થિતિ વિકટ બની

કોરોના કારણે સીઝન ફેલ ગઈ, સરકાર થોડી છૂટછાટ આપે

લગ્ન સમારોહ મર્યાદિત મહેમાનોની હાજરીમાં ઓછી ધામધૂમ સાથે યોજાય છે. જેથી ઓરકેસ્ટ્રા કલાકારો દયનીય સ્થિતિમાં મૂકાયા છે. અગાઉ લગ્ન સમારોહમાં દાંડિયારાસ યોજાતા તેમજ લગ્ન ગીતો માટે પણ ઓર્ડર મળતા હતા. જે હવે બંધ થયા છે. જેથી ગાયક કલાકારો, ઓરકેસ્ટ્રા કલાકારો બેકાર બન્યા છે. તો ફોટોગ્રાફી કરનારા અન્ય એક ધંધાર્થી જણાવે છે કે, લગ્ન સમારોહ ટૂંકમાં આટોપી લેવામાં આવે છે. જેથી તેમને કોઈ કામ મળતું નથી. ગત વર્ષે 2020માં કોરોના મહામારીને પગલે લગ્નની સીઝન ફેલ ગઈ હતી. તો આ વર્ષે પણ લગ્નની સીઝન ફેલ ગઈ છે. સતત બે સીઝનથી ઘરે બેઠા છે. હવે તેમની પાસે કોઈ બચત બચી નથી. તો આવકનું પણ કોઈ સાધન નથી. જેથી સરકાર તેમના જેવા હજારો લોકોનો વિચાર કરે તેવી માગ કરી રહ્યા છે.

આ પણ વાંચો : કર્ણાટકમાં લગ્ન દરમિયાન દુલ્હો ભાગી ગયો: જાણો શું હતું કારણ

લગ્નમાં પરિવારના તમામ સદસ્યોની ઉપસ્થિતિ હોય તેવી ઈચ્છા નવદંપતીએ વ્યક્ત કરી

મર્યાદિત મહેમાનોની હાજરીમાં લગ્ન સમારોહ યોજાય રહ્યા છે, ત્યારે વ્યવસાયીઓ તો ઠીક લગ્ન કરીને નવજીવનમાં પગલા માંડનારા દંપતીઓ પણ થોડા હતાશ જોવા મળે છે. તાજેતરમાં લગ્નગ્રંથી જોડાયેલા નવદંપતી પણ જણાવે છે કે, લગ્નમાં પરિવારના તમામ સદસ્યોની ઉપસ્થિતિ હોય તેવી ઈચ્છા દરેક દીકરીને હોય છે. જોકે મર્યાદિત હાજરીને પગલે અનેક પરિવારજનોની બાદબાકી કરવી પડે છે. જેથી લગ્નનો ઉત્સાહ થોડો ઘટી જાય છે. પરિવારના સદસ્યોની ઉપસ્થિતિમાં લગ્ન યોજાય તેની મજા જ અનોખી હોય છે.

આ પણ વાંચો : લોકડાઉન ઇફેક્ટ: પુત્રીના લગ્ન કરાવવા માટે પિતા બન્યા ગોરમહારાજ

સરકાર નિયંત્રણો હળવા કરે જેથી આશા

આમ લગ્ન સમારોહ પર સરકારે નિયંત્રણો મુક્ત ગાયક કલાકારો, મંડપ સર્વિસ, કેટરિંગ અને ફોટોગ્રાફર સહિતના લોકોના હાલ બેહાલ થયા છે. હજારો લોકો લગ્ન સમારોહ સાથે સંકળાયેલા વ્યવસાય સાથે જોડાયેલા છે. જેની રોજીરોટી છીનવાઈ ગઈ છે અને તેમની પાસે આવકનું કોઈ સાધન નથી. જેથી સરકાર નિયંત્રણો થોડા હળવા કરે અને હજારો લોકોની રોજીરોટીને ધ્યાને લઈને યોગ્ય નિર્ણય કરે તેવી એકસૂરે માગ કરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.