ETV Bharat / state

મોરબી માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં લલિત કગથરા PPE કીટ પહેરીને આવતા વિવાદ

મોરબી માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં ખેડૂત વિભાગની 10 બેઠકમાં 21 ઉમેદવારો અને 1,470 મતદારો છે. જ્યારે વેપારી મંડળીમાં 8 ઉમેદવારો અને 144 મતદારો છે. જ્યારે વહીવટી મંડળીમાં 3 ઉમેદવારો અને 35 મતદારો માર્કેટિંગ યાર્ડ ખાતે મતદાન કરી રહ્યા છે. સવારે 9થી સાંજે 5 સુધી મતદાન પ્રક્રિયા ચાલશે. ત્યારે યાર્ડની ચૂંંટણીના ઉમેદવાર લલીતભાઈ કગથરા કોરોના સંક્રમિત હોવા છતાં PPE કીટ પહેરીને મતદાન કરવા પહોંચ્યા હતાં. જેથી રાજકારણ ગરમાયું હતું.

મોરબી માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં લલિત કગથરા PPE કીટ પહેરીને આવતા વિવાદ
મોરબી માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં લલિત કગથરા PPE કીટ પહેરીને આવતા વિવાદ
author img

By

Published : Mar 31, 2021, 12:39 PM IST

Updated : Mar 31, 2021, 2:57 PM IST

  • લલિત કગથરા થયા છે કોરોના સંક્રમિત
  • PPE કીટ પહેરી મતદાન માટે પહોંચ્યા
  • લોકોના જીવને જોખમમાં મૂકી આ રીતે ન ફરવું : મોહન કુંડારિયા

મોરબી: માર્કેટિંગ યાર્ડની બુધવાર ચૂંટણી યોજાઈ છે. ત્યારે યાર્ડની ચૂંંટણીના ઉમેદવાર લલીતભાઈ કગથરા કોરોના સંક્રમિત હોવા છતાં PPE કીટ પહેરીને મતદાન કરવા પહોંચ્યા હતાં. જેથી રાજકારણ ગરમાયું હતું. મોરબી માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં સહકાર પેનલમાંથી યાર્ડના વર્તમાન ચેરમેન મગનભાઈ વડાવીયા અને ખેડૂત પરિવર્તન પેનલમાંથી ટંકારાના ધારાસભ્ય લલીતભાઈ કગથરા વચ્ચે સીધી ફાઈટ છે.

મોરબી માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં લલિત કગથરા PPE કીટ પહેરીને આવતા વિવાદ

યાર્ડની ચૂંટણીમાં ખેડૂત વિભાગની 10 બેઠકમાં 21 ઉમેદવારો અને 1,470 મતદારો

યાર્ડની ચૂંટણીમાં ખેડૂત વિભાગની 10 બેઠકમાં 21 ઉમેદવારો અને 1,470 મતદારો છે. જ્યારે વેપારી મંડળીમાં 8 ઉમેદવારો અને 144 મતદારો છે. જ્યારે વહીવટી મંડળીમાં 3 ઉમેદવારો અને 35 મતદારો માર્કેટિંગ યાર્ડ ખાતે મતદાન કરી રહ્યા છે. સવારે 9થી સાંજે 5 સુધી મતદાન પ્રક્રિયા ચાલશે. જેનું પરિણામ 1 એપ્રિલના રોજ જાહેર કરવામાં આવશે.

આ પણ વાંચો: મોરબીમાં થયેલા વરસાદના આંકડા સરકાર છૂપાવે છેઃ લલિત કગથરા

ચૂંટણી લડવાનો બધાને અધિકાર છે: સાંસદ મોહન કુંડારિયા

યાર્ડની ચૂંટણી લડનારા ટંકારાના ધારાસભ્ય લલિતભાઈ કગથરા કોરોના સંક્રમિત હોવા છતાં PPE કીટ પહેરીને યાર્ડ ખાતે પહોંચ્યા હતાં. જે અંગે પ્રતિક્રિયા આપતા સાંસદ મોહન કુંડારિયાએ જણાવ્યું હતું કે, ચૂંટણી લડવાનો બધાને અધિકાર છે અને કોરોના દર્દી મતદાનના આખરી કલાકમાં PPE કીટ પહેરીને મતદાન કરી શકે છે. જોકે, લલિત કગથરા કોરોના સંક્રમિત હોવા છતાં આવ્યા હતા અને દરેક લોકોને મળીને અન્યને ચેપ ફેલાય તેવી બેદરકારી દાખવી જે યોગ્ય ન હોવાનું જણાવ્યું હતું. મગનભાઈ વડાવીયાની રાહબરીમાં સહકાર પેનલમાં 10 ખેડૂત, 4 વેપારી અને 2 સંઘના ઉમેદવારો સહિત 16 પ્રતિનિધિ ચૂંટણી લડી રહ્યા છે. જેના વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો: મોરબી માર્કેટિંગ યાર્ડમાં મગફળી રજીસ્ટ્રેશનમાં ખેડૂતોને મુશ્કેલી

Last Updated : Mar 31, 2021, 2:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.