ETV Bharat / state

મોરબીની દુર્દશા માટે કોંગ્રેસ જવાબદાર, પાલિકામાં બજેટ નામંજૂર થવા મામલે ભાજપના પ્રહારો - મોરબી કોંગ્રેસ

મોરબી શહેરની સ્થિતિ હાલ નર્કાગાર સમાન બની ગઈ છે. શહેરનો એકપણ રોડ ચાલવાલાયક પણ રહ્યો નથી. તો ચોમાસા પૂર્વે બનાવેલ રસ્તાઓ પણ ભારે વરસાદમાં ધોવાઈ ગયાં છે ત્યારે નગરપાલિકામાં બજેટ નામંજૂર થવા મામલે જિલ્લા ભાજપ પ્રમુખે કોંગ્રેસને આડેહાથ લઈને આકરા પ્રહારો કર્યા છે.

મોરબીની દુર્દશા માટે કોંગ્રેસ જવાબદાર, પાલિકામાં બજેટ નામંજૂર થવા મામલે ભાજપના પ્રહારો

author img

By

Published : Sep 3, 2020, 9:57 PM IST

મોરબીઃ મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ રાઘવજીભાઈ ગડારાએ કોંગ્રેસની નિષ્ફળતા અંગે પ્રહારો કરી જણાવ્યું છે કે મોરબી નગરપાલિકાનું બજેટ બોર્ડ તાજેતરમાં મળેલું. જેમાં કોંગ્રેસશાસિત નગરપાલિકાના કોંગ્રેસના જ ચૂંટાયેલા સદસ્યો ગેરહાજર રહી બજેટ મંજૂર થવા દીધેલું નથી. જો બોર્ડમાં બજેટ મંજૂર થાય તો શહેરની પ્રજાના વિકાસલક્ષી કાર્યો થઇ શકે. ગુજરાત સરકાર દ્વારા નગરપાલિકાને કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવેલી છે. નગરપાલિકાના ભંડોળમાં કરોડો રૂપિયા જમા હોવા છતાં બજેટ મંજૂર ન થતાં હાલ ચાલી રહેલી કોરોના મહામારી તેમ જ અતિવૃષ્ટિ જેવી વિકટ પરિસ્થિતિમાં પણ કોંગ્રેસના પાપે આ કરોડો રૂપિયાના ભંડોળનો ઉપયોગ વિકાસના કામો માટે થઈ શકતો નથી.

મોરબીની દુર્દશા માટે કોંગ્રેસ જવાબદાર, પાલિકામાં બજેટ નામંજૂર થવા મામલે ભાજપના પ્રહારો
મોરબીની દુર્દશા માટે કોંગ્રેસ જવાબદાર, પાલિકામાં બજેટ નામંજૂર થવા મામલે ભાજપના પ્રહારો

ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સદસ્યો પણ પ્રજાના હિતમાં અને વિકાસના કામ માટે બજેટ મંજૂર કરાવવા પૂરેપૂરો સહકાર આપવા તૈયાર હોય છે. પરંતુ જે સત્તા ઉપર છે તે કોંગ્રેસ પાર્ટીના ચૂંટાયેલા સદસ્યો જ બોર્ડમાં ગેરહાજર રહી કેમ બજેટ મંજૂર થવા દેતા નથી ? આ બાબતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ, શહેર કોંગ્રેસ પ્રમુખને ખબર નથી તેમ જ જો જાણ હોય તો ગેરહાજર સભ્ય સામે કડક પગલાં કેમ નથી લેવાયાં તેવા પ્રશ્નો પૂછ્યાં છે અને કોંગ્રેસ પાર્ટી પ્રજા સમક્ષ મત માગવા જશે ત્યારે પ્રજા તેને પ્રશ્ન પૂછશે તેમ પણ જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.