ETV Bharat / state

મોરબી પેટા ચૂંટણીના પડઘમ વાગ્યા, કોંગ્રેસે શરૂ કર્યો બેઠકનો દોર - મોરબી પેટા ચૂંટણી

મોરબીમાં પેટા ચૂંટણીના પડઘમ વાગી ગયા છે. ભાજપ-કોંગ્રેસ બન્ને મુખ્ય પક્ષો તેના ઉમેદવાર નક્કી કરવાથી લઈને કાર્યકરોને ચૂંટણી માટે સજ્જ કરવા બેઠકનો દોર ચાલી રહ્યો છે.

gujarat congress
ગુજરાત કોંગ્રેસ
author img

By

Published : Jul 6, 2020, 7:22 PM IST

મોરબીઃ પેટા ચૂંટણીની તૈયારીઓને લઇ ભાજપના અને કોંગ્રેસના આગેવાનો મોરબીની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે કોરોના કાળ વચ્ચે પેટા ચૂંટણીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. જેમાં આજે સોમવારે મોરબીના સર્કીટ હાઉસ ખાતે કોંગ્રેસના નેતાઓનો જમાવડો જોવા મળ્યો હતો. જેમાં સ્થાનિક આગેવાનો અને કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા. મિટીંગમાં પેટા ચૂંટણીમાં કોંગ્રેસના સંભવિત ઉમેદવારના નામ વિશે ચર્ચા કરવામાં આવી હતી. તો આવો જોઈએ મોરબીમાં પેટા ચૂંટણી માટે કોંગ્રેસના કેટલા ઉમેદવારો મેદાને છે અને મોરબી આવેલા કોંગ્રેસના આગેવાનોએ પક્ષ પલટો કરનાર બ્રિજેશભાઈ પર કેવા પ્રહારો કર્યા છે. જોઈએ આ અહેવાલમાં...

મોરબી પેટા ચૂંટણીના પડઘમ વાગ્યા, કોંગ્રેસે શરૂ કર્યો બેઠકનો દોર

મોરબી પેટાચૂંટણીના વાગ્યા પડઘમ

  • કોંગ્રેસના આગેવાનો મોરબી પહોંચ્યા
  • સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસ નેતાઓનો જમાવડો જોવા મળ્યો
  • પક્ષપલટું બ્રિજેશ મેરજા પર કોંગ્રેસે કર્યા આકરા પ્રહાર
  • મોરબીમાં પાટીદાર વિરુદ્ધ પાટીદાર વચ્ચે ફરીએકવાર જામી શકે છે જંગ

બ્રિજેશ મેરજાએ ધારાસભ્યપદેથી રાજીનામું આપ્યા બાદ વિધિવત રીતે તેઓ ભાજપમાં જોડાયા છે. પેટા ચૂંટણીને લઇ ભાજપના નેતાઓએ મિટીંગ યોજી હતી જેમાં બ્રિજેશ મેરજાના નામ પર મહોર લગાવી હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે બીજી તરફ કોંગ્રેસના અગ્રણી અર્જુન મોઢવાડિયા, ધારાસભ્ય લલિત વસોયા અને વિક્રમ માડમ સહિતના નેતાઓ મોરબી પધાર્યા હતા. પેટા ચૂંટણીની મોરબી બેઠકની જવાબદારી પક્ષે અર્જુનભાઈને સોંપી હોવાથી ઉમેદવારના નામોની ચર્ચા ઉપરાંત પેટા ચૂંટણીમાં રણનીતિને લઈને પણ ચર્ચા કરવામાં આવી હતી.

મોરબી આવેલા ધારાસભ્ય લલીત વસોયાએ પક્ષ પલટો કરનાર બ્રિજેશ પર આકરા પ્રહારો કર્યા હતા અને તેને પ્રજા દ્રોહ કર્યાનું જણાવ્યું હતું. વિક્રમભાઈ માડમે પણ મતદારોને ભરોસો રાખવા જણાવ્યું હતું. તેમજ આ વખતે ચૂંટણીમાં પક્ષ એવા મજબૂત ઉમેદવારને ઉભો રાખશે જે પ્રજાના પ્રશ્નોને વાચા આપશે અને પક્ષને પણ વફાદાર હશે. આ રીતે બ્રિજેશ મેરજા પર આકરા પ્રહારો કર્યા હતા અને ભાજપને પણ આડેહાથ લીધી હતી.

પેટા ચૂંટણીમાં મોરબી બેઠક પરથી કોંગ્રેસની દાવેદારીની વાત કરીએ તો મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ કિશોર ચીખલીયા ઉપરાંત ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ જયંતી પટેલ, જિલ્લા પંચાયત સદસ્ય મુકેશ ગામી, મનોજ પનારા અને કે. ડી. બાવરવા સહિતના આગેવાનો દાવેદારી નોંધાવી શકે છે. મોરબીમાં ફરી એકવાર પાટીદાર વિરુદ્ધ પાટીદાર ઉમેદવાર વચ્ચે જંગ જામી શકે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.