મોરબીઃ રાજકોટમાં રહેતા નીકુંજ મહેશભાઈ શુક્લએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, તેઓ ગો–ડીજીટ કંપની સાથે કામ કરી રહ્યા છે. રાજકોટ બ્રાન્ચે લગભગ બે મહિના પહેલા મોટર એક્સિડન્ટ ક્લેઈમ ટ્રીબ્યુનલ જાબુઆ (મધ્યપ્રદેશ)ના મોટર એક્સિડન્ટ દાવા વીમા પોલીસી કોર્ટના સમન્સ સાથે મળેલી હોવાથી વીમા પોલીસી વેરીફાઈ કરતા અમારી વીમા કંપની ‘ગો–ડીજીટ’, દ્રારા આવી કોઈ પ્રકારની પોલીસી ઈસ્યુ કરવામાં આવેલી નથી. જેથી ગો ડીજીટ દ્વારા પોલીસી તારીખ ૨૪ જૂન, ૨૦૧૯થી ૨૩ જૂન, ૨૦૨૦ સુધીના સમયગાળા માટે ઈશ્યુ કરવામાં આવેલી નહોતી અને આવી પોલીસી બનાવટી હોવાથી રેકર્ડ વેરીફાઈ કરાતા જાણવા મળ્યું હતું.
અજાણ્યા શખ્સો દ્રારા વાહન નંબર GJ-36-S-1448ની બનાવટી પોલીસીને સાચી તરીકે ઉપયોગ કરી મોટર એકસિડન્ટ કલેઈમ ટ્રીબ્યુનલ જાબુઆમાં કલેઈમ કેસ દાખલ કરી બનાવટી વીમા પોલીસીના આધારે વીમા કંપની સાથે આરોપીઓએ ઠગાઈ કરી હતી, તેમજ આરોપીઓએ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.