- બસ સ્ટેશન ઇ-લોકાર્પણ અને ખાતમૂહુર્ત સમારોહ યોજાયો
- મુખ્યપ્રધાન રુપાણીએ ઓનલાઈન ભાગ લીધો
- મોરબી અને વાંકાનેરના આધુનિક બસ સ્ટેશન કર્યાં ખાતમૂહુર્ત
- આધુનિક સુવિધાથી સજ્જ થશે બંને બસ સ્ટેન્ડ
ગાંધીનગરઃ રાજકોટ એસ.ટી. વિભાગ હેઠળના મોરબીના નવા બસ સ્ટેન્ડ અદ્યતન બાંધકામ માટે રૂ. 543.56 લાખની ફાળવણી કરવામાં આવી છે જ્યારે વાંકાનેર ખાતે રૂ. 422.76 લાખના ખર્ચે આર.સી.સી. ફ્રેમ સ્ટ્રક્ચરવાળા સુવિધાયુક્ત બસ સ્ટેશન બનાવવામાં આવશે નવા બસસ્ટેશનમાં મુસાફરો માટે બેઠક વ્યવસ્થા સાથેને વેઇટીંગ હોલ, સ્ટુડ્ન્ટ પાસ, રીઝર્વેશન રૂમ, ડેપો મેનેજર રૂમ, કંટ્રોલ રૂમ, સ્ટેન્ડ ઇન્ચાર્જ રૂમ, એડમીન ઓફિસ, વી.આઇ.પી. વેઇટીંગ લોંજ, કેન્ટીન, વોટર રૂમ, સ્ટોલ કમ શોપ, ઇલેક્ટ્રીક રૂમ, પાર્સલ રૂમ, લેડીજ રેસ્ટ રૂમ, બેબી ફિડીંગ રૂમ, મુસાફર જનતા માટે શૌચાલયની ગ્રાઉન્ડ ફ્લોર પર સુવિધાઓ ઉભી કરવામાં આવશે. જ્યારે પ્રથમ માળે કેશ રૂમ, બુકીંગ રૂમ, ટ્રે રૂમ, નાઇટ ક્રુ, રેસ્ટ રૂમ, સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવશે.
2600 વીજ કર્મચારીઓને નોકરી માટે ઓર્ડર આપ્યાં
લોકાર્પણ પ્રંસગે ઉપસ્થિત રહેલા સૌરભ પટેલે મોરબીથી જાહેરાત કરી હતી કે પીજીવીસીએલ, ડીજીવીસીએલ અને એમજીવીસીએલ સહિતની વીજ કંપનીના કર્મચારીઓની ભરતી માટે પરિક્ષા લેવામાં આવી હતી અને 2 માસ અગાઉ પરિણામ જાહેર કરવામાં આવ્યા હતાં. જેમાં આજે 2600 લોકોને ઓર્ડર આપી દેવામાં આવ્યા છે. તો વાવાઝોડા સમયે વીજ જોડાણોને મોટું નુકસાન થયું હતું. જેમાં અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર સહિતના જિલ્લાઓમાં ગામડાઓમાં વીજ પુરવઠો બંધ થયો હતો જેમાં 75 ગામો સિવાયના ગામોમાં વીજ પુરવઠો કાર્યરત કરી દેવામાં આવ્યો છે આગામી 15 તારીખ સુધીમાં તમામ વીજ પુરવઠો કાર્યરત થઇ જશે.
આ પણ વાંચોઃ COVID-19: NHRCએ બાળકોના અધિકારોની રક્ષાને લઈ ગાઈડલાઈન કરી જાહેર