ETV Bharat / state

હળવદ રેલવે સ્ટેશન ખાતે ટ્રેનને સ્ટોપ આપવા શહેરીજનોની માગણી - Gujrat news

હળવદ રેલવે સ્ટેશન ખાતેે વર્ષોથી ટ્રેનના સ્ટોપેજ બાબતે અનેક સમસ્યાઓ રહી છે. જેને લઇને શહેરીજનો દ્વારા રેલવે સ્ટોપ આપવા માગ કરવામાં આવી છે.

હળવદ રેલવે સ્ટેશન ખાતે  ટ્રેનના સ્ટોપ આપવા શહેરીજનોની માગણી

author img

By

Published : Nov 25, 2020, 1:20 PM IST

  • હળવદ રેલવે સ્ટેશન પર ટ્રેનના સ્ટોપ આપવા માગ
  • લોકડાઉન બાદ પણ હળવદ રેલવે સ્ટેશનને સ્ટોપ આપવામાં આવ્યા નથી
  • હળવદ રેલ્વે સ્ટેશન સુવિધા વિહોણું મળી રહ્યું છે જોવા

મોરબીઃ હળવદ રેલવે સ્ટેશન ખાતેે વર્ષોથી ટ્રેનના સ્ટોપેજ બાબતે અનેક સમસ્યાઓ રહી છે. જેને લઇને શહેરીજનો દ્વારા રેલવે સ્ટોપ આપવા માગ કરવામાં આવી છે.

હળવદ રેલ્વે સ્ટેશન પર સુવિધાઓનો અભાવ

હળવદ રેલવે સ્ટેશન સુવિધાઓ વિહોણું જોવા મળી રહ્યું છે, ત્યારે હળવદ પંથકમાં મીઠાના નુરભાડા દ્વારા રેલવે તંત્રને કરોડોની રકમ આપવામાં આવી રહી છે. છતાં પણ આ સ્ટેશન સાથે તંત્રનું ઓરમાયું વર્તન જોવા મળી રહ્યું છે. તો લોકડાઉન બાદ પણ હળવદ રેલવે સ્ટેશનને સ્ટોપ આપવામાં આવ્યા નથી.

ટ્રેનના સ્ટોપેજ બાબતે સમસ્યાઓ

હળવદ રેલવે સ્ટેશન ખાતેે વર્ષોથી ટ્રેનના સ્ટોપેજ બાબતે અનેક સમસ્યાઓ રહી છે. આ બાબતે શહેરીજનો દ્વારા રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં આ સમસ્યાઓ હલ ન થતાં મુસાફરોને અને મુશ્કેલીઓ ભોગવવી પડે છે. આ અગાઉ ભુજ બાંદ્રા ટ્રેન નોનસ્ટોપ માટે પૂર્વ પ્રધાન જયંતીભાઇ કવાડીયા અને શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ રાવલ દ્વારા રેલવે પ્રધાન પિયુષ ગોહિલને રજૂઆત કરતાં હળવદ રેલવે સ્ટેશનમાં સ્ટોપ મળ્યો હતો. પરંતુ હાલમાં કોરોના સંક્રમણની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અને સરકારે લીધેલા સાવચેતીના પગલારૂપે હળવદ રેલવે સ્ટેશન ખાતે આવતી તમામ ટ્રેનોને સ્ટોપ આપવામાં આવ્યો નથી. જેના કારણે કચ્છ અને મુંબઈથી આવતા હળવદવાસીઓને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે.

સ્ટેશન ખાતે ટ્રેનને સ્ટોપ અપાવા માગ

ધાંગધ્રા અને સામખ્યારી ટેનનો સ્ટોપ હોવાથી મુસાફરોને ધાંગધ્રા કે સામખ્યારી આવું જવું પડે છે. તો સ્થાનિક રાજકીય આગેવાનો, ધારાસભ્ય, સંસદ સભ્ય, રેલવે પ્રધાનને રજૂઆત કરી હળવદ રેલવે સ્ટેશન ખાતે ટ્રેનને સ્ટોપ અપાવે તેવી હળવદ શહેરીજનો દ્વારા માંગણી કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.