મોરબી: લગ્ન પાછળ હાલના જમાનામાં પાણીની જેમ પૈસા બગાડવામાં આવે છે. લગ્નની સાથે સગાઈ એટલે વિવેશાળ પ્રસંગ પણ મોંઘાદાટ બની ગયા છે. સામાન્ય વર્ગને દેવા કરીને પણ દેખાડા ખાતર ખોટા ખર્ચા કરવા પડે છે. જ્યાં સગાઈ વિધિ ખર્ચાળ બની ગઈ હોય ત્યારે મોરબીના વણકર સમાજ દ્વારા ખોટા ખર્ચા બચાવવા માટે પ્રેરણાદાયી પહેલ કરવામાં આવી છે.
અડધી ચા માં સગાઈઃ જેમાં સગાઈ માત્ર અડધી ચા માં જ સંપન્ન કરવામાં આવે છે. બીજા કોઈ જાતના ખર્ચા કરવામાં આવતા નથી.જાહેર બાગમાં કન્યા અને વર પક્ષના લોકો એકઠા થઇ રૂપિયો અને નાળિયેર જાલી સાકરથી મીઠું મોઢું કરીને માત્ર અડધી ચા પીને સગાઈ વિધિ પુરી કરે છે.
મોંઘવારીમાં મસ્ત અભિગમ: આજના સમયમાં સગાઇ હોય કે પછી કોઇ પણ પ્રંસગ હોય જેના ધરે હોય તેની માથે તો દેણુ વધી જાય તેટલા ખર્ચાઓ વધી જાય છે. પરંતુ ઘણી વાર સામ સામેનો પક્ષ સમાજદાર હોય તો લગ્ન પ્રંસગ કે સગાઇ કોઇ પણ ખર્ચ વગર આરામથી સંપન્ન થઇ જાય છે. જેના કારણે પ્રસંગ પણ પતી જાય છે. ઘરના આંગણે ખર્ચાનો બોજો પણ આવતો નથી. આવી ઉતમ સમજણ કોઈ ભાગે જ રાખે છે. મોરબીની આ સગાઇ સમાજમાં ઉદાહરણ રૂપ છે.
કોઈ કડાકૂટ નહીંઃ વણકર જાતિ સમાજ દ્વારા સંતાનોની સગાઈ વિધિ એકદમ સદાયથી કરવાની પ્રેરણાદાયી પરંપરા વર્ષોથી કરવામાં આવે છે. જેમાં માત્ર અડધી ચા માં જ સગાઈ વિધિ સંપન્ન કરવાની પરંપરા છે. આજના કાળઝાળ મોંઘવારી અને આધુનિક યુગમાં પણ અખંડ રહી છે. જેમાં મોટાભાગે આ સગાઈ વિધિ જાહેર બાગના જ કરવામાં આવે છે. તેથી વાળી કે કોઈ હોલ બુક કરવાની કડાકૂટ રહેતી નથી.
ઓછો ખર્ચઃ એનો પણ ખર્ચ બચે છે. જાહેર બાગ એટલે મોટાભાગની સગાઈ વિધિ મોરબીના સામાંકાંઠે આવેલા કેસરબાગમાં જ થાય છે. જેમાં અગાઉથી બન્ને પક્ષોએ જોઈ જાણી સગાઈની તારીખ નક્કી કરીને કેસરબાગમાં ભેગા થાય છે. જેમાં એક સમૂહમાં બન્ને પક્ષના મળીને 100ની આસપાસ લોકો ભેગા થાય છે. પહેલા મુરતિયો હાજર રહેતો ન હતો. પણ હવે જમાના પ્રમાણે મુરતીયાને પણ હાજર રાખવામાં આવે છે.
આ રીતે થાય સગાઈ: સગાઈમાં બન્ને પક્ષના લોકો એકઠા થયા બાદ ગોર મહારાજ ગણપતિની સ્થાપના કરીને સગાઈ વિધિ શરૂ કરે છે. મુરતિયાને વચ્ચે બેસાડી તેના હાથમાં રૂપિયો અને નાળિયેર કરી મોટેથી ગીર મહારાજ મંત્રોચ્ચાર કરે છે. જે તે મુરતીયા અને કન્યા પક્ષનું નામ તેમજ તેના પિતાનું અને ગામનું નામ બોલી મોટે બધાને સંભળાય એમ સગાઈ થયાનું જાહેર કરે છે.
મીઠું મોઢુંઃ બધાને સગાઈના ચાંદલા તેમજ સાકરથી મોઢું મીઠું કરાવે છે. તેમજ છેલ્લે અડધી ચા પીને બધા છુટા પડે છે. આ સગાઈમાં અડધી ચા સિવાય કોઈ ખર્ચ કરાતો નથી.એ ચા નો ખર્ચ તેમજ ગોર મહારાજને દેવાની દક્ષીણા પણ બન્ને પક્ષ અડધા ભાગે વહેંચી લે છે. આ સગાઈ વિધિમાં ભોજન સમારંભ કે બીજો કોઈ ખર્ચ હોતો નથી. ઘરે ગયા બાદ બન્ને પક્ષો સંમતિથી મહેમાનગતિ માણે છે.