ETV Bharat / state

Ceramic Industry Morbi: લોજિસ્ટિક ભાડાવધારાથી સિરામિક ઉદ્યોગ મુશ્કેલીમાં, 35 ટકાથી વધુ યુનિટ બંધ કરવાની નોબત - સિરામિક ઉદ્યોગ પર કોરોનાની અસર

લોજિસ્ટિક ભાડાવધારાના (Ceramic Industry Morbi) કારણે મોરબીના સિરામિક ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે. અગાઉ જે ભાડામાં 400થી 500 ડોલર ભાવ હતો તેમાં 400 ટકા જેટલો તોતિંગ ભાડાવધારો થયો છે. વધુ જાણો આ અહેવાલમાં.

Ceramic Industry Morbi: લોજિસ્ટિક ભાડા વધારાથી મોરબીનો સિરામિક ઉધોગ મુશ્કેલીમાં, 35 ટકાથી વધુ યુનિટો બંધ કરવાની નોબત

author img

By

Published : Feb 22, 2022, 5:47 PM IST

મોરબી: મોરબીનો સિરામિક ઉદ્યોગ (Ceramic Industry Morbi) કોરોના મહામારી (Corona Pandemic In Gujarat) બાદ ગેસના ભાવવધારાથી પરેશાન હતો. ગત વર્ષે સતત ગેસના ભાવોમાં વધારો (Gas price hike in India) થતા ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો હતો. આ પીડામાંથી હજુ મુક્તિ મળી નહોતી, ત્યારે હવે લોજિસ્ટિક ભાડા વધારા (Logistic fare hike In India)એ ઉદ્યોગને ફટકો પહોંચાડ્યો છે. મોરબીનો સિરામિક ઉદ્યોગ 1200 કરોડનું એક્સપોર્ટ કરતો હતો.

મોરબીમાં કાર્યરત 35થી 40 ટકા જેટલા યુનિટો બંધ કરવાની નોબત આવી છે.

આ પણ વાંચો: Union Budget 2022 : મોરબી સિરામિક ઉદ્યોગને નેચરલ ગેસના ભાવનો પ્રશ્ન ઉકેલાય તેવી આશા

35 ટકાથી વધુ યુનિટો બંધ કરવાની નોબત આવી

400 ટકાનો લોજિસ્ટીક ભાડામાં વધારતો થતા ઉદ્યોગ મુશ્કેલીમાં છે. આ કારણે 35 ટકાથી વધુ યુનિટો બંધ કરવાની નોબત આવી છે. સરકારને વિદેશી હૂંડિયામણમાં પણ ફટકો પડશે. અગાઉ જે ભાડામાં 400થી 500 ડોલર ભાવ હતો તેમાં 400 ટકા જેટલો તોતિંગ ભાડા વધારો થયો છે, જેથી એક્સપોર્ટ 50થી 60 ટકા જેટલું ઘટી ગયું છે. જેના પગલે હાલ મોરબીમાં કાર્યરત 35થી 40 ટકા જેટલા યુનિટો બંધ કરવાની નોબત આવી છે.

આ પણ વાંચો: Morbi Municipality Tax Notice : મોરબી નગરપાલિકાએ 22 આસામીને નોટીસ ફટકારી, બાકી છે તગડી રકમ

સિરામિક ઉદ્યોગપતિઓ ભાડા રાહત માટે માંગ કરી રહ્યા છે

સિરામિક ઉદ્યોગને કોરોના (Effect of corona on ceramic industry) મહામારી બાદ જ્યારે બજાર ખુલી રહ્યું છે, ત્યારે ચીન સાથેની સ્પર્ધામાં ભાડા વધારાને પગલે પાછળ રહી જાય છે. એક્સપોર્ટમાં ઘટાડો થશે તો સરકારનું વિદેશી હૂંડિયામણની આવક પણ ઘટી જશે અને એક્સપોર્ટ ઘટતા તેની વત્તા ઓછા અંશે રોજગારી (Employment In Gujarat) પર પણ અસર થશે. આ કારણે સિરામિક ઉદ્યોગપતિઓ ભાડા રાહત માટે માંગ કરી રહ્યા છે. અગાઉનો જે 400થી 500 ડોલર ભાડાનો ભાવ હતો તે ભાવમાં મોરબીનો સિરામિક ઉદ્યોગ એક્સપોર્ટ કરીને ચીનને પછાડી શકવા સક્ષમ હોવાનું પણ એસોસિએશનના પ્રમુખે જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.