મોરબી હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં કેટલાક (rain in Morbi) વિસ્તારોમાં સારા વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા લોકોને સામનો કરવાનો વારો આવ્યો છે. ત્યારે હળવદમાં પડેલા ભારે વરસાદને કારણે નવા ઇસનપુર ગામે જવાના રોડ પર આવતા વોકળામાં વધુ પાણી આવવાને કારણે કાર તણાઈ હતી. જોકે સદનસીબે કારમાં સવાર ત્રણ વ્યક્તિ બચી ગયા હતા. તો બીજી તરફ ગામમાં દર્દી લેવા આવેલી 108 પણ વોકરામાં વધુ પાણી આવી જવાના કારણે ફસાઈ હોવાનું જાણવા મળ્યું હતું. (Car stuck water in Halvad)
લોકોનો બચાવ મળતી વિગત મુજબ હળવદમાં ભારે વરસાદના કારણે મોટાભાગના નદી નાળાઓમાં પાણી વહેતા થઈ ગયા હતા. તેવામાં રાત્રીના સમયે તાલુકાના નવા ઇસનપુર ગામે રહેતા શામજી દલવાડીના ઘેર ચોટીલાથી મહેમાન આવ્યા હતા. તેઓ પરત ચોટીલા જવા માટે રવાના થતા વરસાદ ચાલુ થઈ ગયો હતો. જેથી શામજી દલવાડીએ આ મહેમાનને તેઓની કારમાં વોકળાથી બહાર કાઢવવા માટે ગયા હતા. તેવામાં ગામની શાળા પાસેના વોકળામાં કાર તણાઇ હતી. જેમાં કારમાં સવાર ત્રણેય લોકો મહામહેનતે જીવ બચાવી બહાર નીકળી ગયા હતા. જેથી મોટી દુર્ઘટના ટળી હતી. Car stuck rain in Isanpur village
108 પાણીમાં ફસાઈ આ ઉપરાંત 108 પણ વોકળામાં પાણી આવી જતા ફસાઈ હોવાની માહિતી મળી હતી. તો બીજી તરફ (108 trapped water in Halvad) નવા ઇસનપુર ગામમાં શ્વાસના દર્દીને સારવાર માટે લેવા આવેલા 108 વોકળામાં વધુ પાણી આવી જવાના કારણે ફસાઈ હોવાનું પણ જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગની આગાહી અનુસાર કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો છે. તો બીજી તરફ ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્તો હોય છે. Car stuck water in Halvad, Car stuck water in Isanpur village