મોરબીઃ હળવદ માળિયા હાઈવે (Accident on Halwad Maliya Highway) પર અકસ્માત અવારનવાર સર્જાયા કરે છે. ત્યારે આજે ફરી એક ગમખ્વાર અકસ્માત સજ્યો છે. હળવદ તાલુકાના નવા ધનાળા ગામના પાટિયા નજીક હાઈવે પર કાર (Car Accident in Halvad) અકસ્માત થયો હતો. મુંબઈથી કચ્છ જતા પટેલ પરિવારને અકસ્માત નડ્યો હતો, જેમાં કારમાં સવાર 3 લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે 2 લોકોને ઈજા પહોંચતા તેમને હોસ્પિટલ ખસેડાયા છે.
આ પણ વાંચો- Accident Case in Surat : વરાછામાં બ્રિજ પરથી નીચે પટકાતા યુવાનનું મૃત્યુ, CCTV ફૂટેજ આવ્યા સામે
હળવદ 108 ટીમ પહોંચી ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ ગઈ
આ અંગે મળતી માહિતી અનુસાર, મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં નવા ધનાળા ગામના પાટિયા નજીક આંજે કચ્છ-અમદાવાદ હાઈવે પર આજે (બુધવારે) વહેલી સવારે મુંબઈથી કચ્છ જિલ્લાના રાપર તાલુકાના દેસલપર ગામમાં જઈ રહેલા પટેલ પરિવારની કારને અકસ્માત (Patel family car accident) નડ્યો હતો. કાર પલટી જતા કારમાં સવાર 2 મહિલા અને 1 પુરુષનું મોત નીપજ્યું હતું.
આ પણ વાંચો- Accident in Vapi GIDC: વાપી GIDCમાં બોલેરો અને ટેન્કર વચ્ચે અકસ્માતમાં એકનું મોત
કારમાં સવાર 2 લોકો ઈજાગ્રસ્ત
જ્યારે કારમાં સવાર અન્ય 2 લોકોને ઈજા પહોંચતા તેમને સારવાર માટે હળવદ સરકારી હોસ્પિટલ (Halwad Government Hospital) ખસેડવામાં આવ્યા છે. કારમાં સવાર ઋત્વિકભાઈ માતાભાઈ પટેલ અને વસ્તાભાઈ નારણભાઈ પટેલને ઈજા પહોંચી હતી. તેમને સારવાર માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા.
ઘટનાની જાણ થતા લોકોને ટોળા એકત્રિત થયા હતા
આ અકસ્માતમાં સામુબેન વસ્તાભાઈ પટેલ, મોંઘીબેન માતાભાઈ પટેલ અને રમેશભાઈ વસ્તાભાઈ પટેલના મૃત્યુ થયા હતા. અત્યારે તેમના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે હળવદ સરકારી હોસ્પિટલ (Halwad Government Hospital) ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતા બનાવને પગલે પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.