- રંગપર બેલા રોડ પરથી બોગસ ડૉક્ટરને મોરબી SOG (Special Operation Group) ઝડપી લીધો
- મોરબી SOG ટીમે બાતમીના આધારે બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો
- બોગસ ડીગ્રીના આધારે ચલાવતો હતો કલીનીક
મોરબી : જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લામાં કોરોનાની મહામારીમાં દર્દીઓના સ્વાસ્થય અને જીવન સાથે ચેડા કરતા ડિગ્રી વગરના અને બોગસ ડૉકટર( Bogus Doctor )ને શોધી કાઢવાની સૂચના મળતા મોરબી SOG PI જે. એમ. આલ તથા મોરબી SOG ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ ધર્મેન્દ્ર વાઘડિયા, યોગેશદાન ગઢવીનાઓને ખાનગી રાહે બાતમી મળી હતી.
મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો
મળેલી બાતમીને રંગપર બેલા રોડ પર બોગસ ડૉક્ટર ( Bogus Doctor ) કરે છે. જેથી તબીબી અધિકારી ડૉ. કિરણ વિડજા, PHC રંગપરનાને સાથે રાખીને રંગપર બેલા રોડ પર આવેલા કોયો સિરામિકની સામે રામેશ્વર કોમ્પ્લેક્ષમાં ઓમ મેડીસીન નામના દવાખાનામાં તપાસ કરતા કોઇપણ પ્રકારના સર્ટિફિકેટ કે ડિર્ગી વગર આરોપી કિરિટ કેશવજી રાચરીયા ધંધો મેડીકલ પ્રેક્ટિસ રહેવાસી વિરપર તાલુકો ટંકારા વાળાને ઓમ મેડીસન દવાખાનુ ચલાવીને મેડીકલ પ્રેક્ટિસ કરીને દવાખાનામાં દવાનો જથ્થો તથા સાધનો કિંમત રૂપિયા 17,853નો રાખી મળી આવતા મેડીકલ પ્રેક્ટિસનર એક્ટ મુજબ ધોરણસર કાર્યવાહી કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે.
આ પણ વાંચો -
- વડોદરામાં Bogus Doctor ઝડપાયો, 20 વર્ષથી આપતો હતો એલોપેથીની દવાઓ
- દ્વારકા નજીકના રૂપેણ બંદર વિસ્તારમાં Bogus Doctorની ધરપકડ
- રાજકોટમાંથી વધુ એક Bogus Doctor ઝડપાયો
- કોરોનાગ્રસ્ત Bogus Doctor સામે જન આરોગ્ય સાથે ચેડા કરવાનો ગુનો નોંધાયો
- મોરબીમાં ક્લીનીક ચલાવતો Bogus Doctor ઝડપાયો
- Bogus Doctor - રાજકોટમાંથી બોગસ ડૉક્ટર ઝડપાયો