- ધારાસભ્ય,ઉપાધ્યક્ષ, જિલ્લા પ્રમુખ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા
- અત્યાચાર સામે કડક પગલા ભરવાની કરવામાં આવી માંગણી
- મોરબીમાં ભાજપ આગેવાનો અને કાર્યકરોએ કર્યા ધરણા
મોરબી: બંગાળમાં થઇ રહેલી હિંસાના વિરોધમાં 6 મે ના રોજ મોરબીના નવા બસ સ્ટેન્ડ નજીક ભાજપ કાર્યાલયમાં ભાજપ આગેવાનો અને કાર્યકરોએ ધરણા કર્યા હતા. મોરબીમાં ધરણા કાર્યક્રમમાં ધારાસભ્ય બ્રિજેશ મેરજા, પ્રદેશ અગ્રણી જયંતીભાઈ કવાડિયા, જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, તાલુકા પ્રમુખ અરવિંદભાઈ વાંસદડીયા સહિતના આગેવાનો અને કાર્યકરોએ ધરણા કર્યા હતા.
આ પણ વાંચો: 'ખેલા હોબે'ગેમમાં TMCની જીત, ભાજપની હાર
બંધારણની મર્યાદામાં યોગ્ય પગલા ભરે તેવી કરાઈ માગ
આ પ્રસંગે ધારાસભ્ય મેરજાએ જણાવ્યું હતું કે, વિજયના ઉન્માદમાં અને સતાના મદમાં TMC કાર્યકરો બેફામ બન્યા છે અને ભાજપ કાર્યકરો પર અત્યાચાર કરી રહ્યા છે. આવા કાર્યકરોની શાન ઠેકાણે લાવવા સરકાર બંધારણની મર્યાદામાં યોગ્ય પગલા ભરે તેવી માગ કરી હતી.
આ પણ વાંચો: મમતા દીદી માનસિક સંતુલન ગુમાવી બેઠી છે: શિવરાજ સિંહ ચૌહાણ