- મોરબી જિલ્લામાં માવઠાથી ખેડૂતો પરેશાન
- ખેતરમાં તૈયાર પાકને મોટા પ્રમાણમાં નુકશાન
- ખેડૂતોએ સરકાર પાસે મદદ માગી
મોરબીઃ ચોમાસામાં પણ ભારે વરસાદને કારણે પાકને નુકસાન પહોંચ્યું હતું. ત્યારે ફરીથી પાકને નુકસાની થતા ખેડૂતોની ‘પડ્યા પર પાટુ’ જેવી હાલત થઇ છે. મોરબીના જેપુર ગામે મગફળી અને કપાસનો પાક તૈયાર હતો. પરંતુ અચાનક વરસાદ તૂટી પડતા મગફળી અને કપાસનો પાક તેમજ પશુચારામાં પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. અને મોટાભાગનો પાક નાશ પામ્યો છે.
મગફળીના પાથરા પાણીમા ગરકાવ થતા દ્રશ્યમાન થયા હતા. તેમજ કપાસના પાકને પણ વ્યાપક પ્રમાણમાં નુકશાન થયું છે. વરસાદની સાથે જંજાવતી પવનથી બધું ભો ભીંતર કરી નાખ્યું હતું. વિજળીના કડાકા-ભડાકા સાથે તુટી પડેલ વરસાદના લીધે ‘જગતનો તાત’ પાકની ચિંતામાં ગરકાવ થઈ ગયો હતો. જેથી હવે ખેડૂત સરકાર પાસે મદદ માગી રહ્યા છે.