મોરબી: હળવદના ચરાડવા ગામમાં આવેલી એસબીઆઈ બેન્કના કર્મચારીએ ગ્રાહક સાથે ઝપાઝપી કરી હોવાની ઘટના સામે આવી છે. જે મામલાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી હતી.
ચરાડવામાં આવેલી એસબીઆઈ બેન્કના કર્મચારી રાજુ પિત્રોડાએ ગ્રાહક સાથે ઝપાઝપી કરી હતી. પાસબુુુકમાં એન્ટ્રી કરાવવા આવેલા ગ્રાહક સાથે અપશબ્દો બોલીને અપમાન કર્યું હતું. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ગ્રાહકનો કોલર પકડીને અપશબ્દો બોલતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી હતી. ત્યારે, સવાલ ઉભો થાય છે કે, ગ્રાહક સાથે અશોભનીય વર્તન કરનારા બેંક કર્મચારી સામે કાર્યવાહી કરાશે? કે ભીનું સંકેલાઈ જશે તેવી ચર્ચા પણ ચાલી રહી છે.