મોરબીઃ હળવદમાં રાત્રીના સમયે અમદાવાદ ક્રાઈમ બ્રાંચ ટીમ પર હુમલો (Attack on police in Halwad )કરવામાં આવ્યો હતો. જેમાં સ્થાનિક લોકો પોલીસને સીઝર સમજીને હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવની વિગતો મુજબ (Attack on Ahmedabad Crime Branch team )ચોરીના મુદામાલના વાહન કબજે કરવા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પી.આઇ ગુર્જર (Ahmedabad Crime Branch)સહિતની ટીમ ખાનગી હળવદ આવી હતી.
હળવદમાં ક્રાઇમ બ્રાન્ચ હુમલો - પોલીસની કારને ત્રણ રસ્તા નજીક રોકીને ટોળાએ ગાડીમાં તોડફોડ કરી હતો. આ બનાવની જાણ થતા સ્થાનિક પોલીસ દોડી ગઈ હતી. પોલીસ સ્ટાફની ગાડીઓની આવ્યાની જાણ થતા હુમલો કરનારા નાસી ગયા હતા. હુમલાખોરો રીક્ષા ત્યાં મુકીને નાસી હોવાથી ક્રાઈમ બ્રાંચે આ બનાવ બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટિમ જપ્ત કરાયેલ રીક્ષાઓ અને ઇનોવા કાર સાથે હળવદ પોલીસ સ્ટેશન પહોંચી હતી.
આ પણ વાંચોઃ કપડવંજ પોલીસ સ્ટેશન પર ટોળાએ કર્યો હુમલો
સ્થાનિકો બેંકના સીઝર સમજી કર્યો હુમલો - આ ઘટનામાં હુમલો કરનાર લોકોને એવું લાગ્યું કે બેેંકના હપ્તા બાકી છે. જેથી બેંકના સીઝર આ વાહનો જપ્ત કરવામાં આવ્યા છે પણ પછી ખબર પડી કે પોલીસ પર હુમલો થયો છે. હુમલો કરનાર હુમલા ખોરો નાસી ગયા હતા આ અગે હજુ કોઈ ફરિયાદ હાલ નોધાય નથી પણ પોલીસ પર હુમલાથી તે વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો.
આ પણ વાંચોઃ Attack on Police in Ahmedabad: નરોડામાં એવું તે શું થયું બુટલેગરોએ પોલીસને દોડાવી દોડાવીને માર્યા, જુઓ