- રવાપર ગામના સસ્પેન્ડડ સરપંચના પતિ સામે ફરિયાદ
- મીટીંગમાં સરપંચ હાજર ના હોય જેથી વિનોદ ચાવડાએ વાંધો ઉપાડ્યો હતો
- જે બાબતે તલાટી અને સરપંચના પતિએ સમજાવ્યા છતા મામલો ઉગ્ર બન્યો
- તલાટી અને સરપંચના પતિએ વિનોદ ચાવડાને જાતીપ્રત્યે હડધૂત કર્યાની નોંધાઈ ફરિયાદ
- મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી
- મીટીંગમાં સરપંચ હાજર ના હોવાથી વિનોદ ચાવડાએ વાંધો ઉપાડ્યો
મોરબીઃ જિલ્લાના રવાપર ગામે રહેતા વિનોદ ચાવડાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તારીખ 14 ડિસેમ્બરના રોજ રવાપર ગ્રામ પંચાયતના પટ્ટાવાળાએ ગ્રામ પંચાયતની એજન્ડાની મીટીંગની જાણ કરી હતી, જેથી તારીખ 16 ડિસેમ્બરના રોજ સાંજે તે મીટીંગમાં હાજર રહેવા ગ્રામ પંચાયત ઓફીસ ગયા હતા, ત્યારે રવાપર ગ્રામ પંચાયતના સરપંચ રમાબેનના પતિ સંજયભાઈ અઘારા, સભ્ય ભારતીબેનના પતિ ભીખાભાઈ જારીયા અને રવાપર ગામના તલાટી મંત્રી ડી.સી.ઝાલરીયાને મીટીંગમાં જોઇને તલાટી મંત્રીને કહ્યું કે સરપંચના પતિ હાજર છે અને સરપંચ હાજર નથી, જે બાબતે તલાટી અને સરપંચના પતિએ સમજાવ્યા છતા મામલો ઉગ્ર બન્યો હતો.
વિનોદ ચાવડાએ કહ્યું કે, તેમના પત્ની ચૂંટાયેલ છે તેઓ કેમ હાજર નથી, તેમજ ચૂંટાયેલ સભ્ય હાજર નથી, તેના પતિ હાજર છે, તેમ કહી વાંધો ઉઠાવતા તલાટી મંત્રીએ ગાળો આપી અને કહ્યું કે તું કાઈ બોલમાં અને મહિલા સરપંચના પતિ સંજયભાઈએ કોઈ વાંધો લઈશ નહિ તેમ કહીને સભ્યના પતિ ભીખાભાઈ જારીયાએ કાંઠલો પકડીને ધસડીને ગ્રામ પંચાયત ઓફીસ બહાર કાઢી નાખ્યા હતા અને ગાળો આપી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા હોવાની ફરિયાદ નોંધાવી છે, મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.