- મોરબીના સિનિયર ડો.ભાવેશ ઠોરીયાની કાઉન્સિલમાં ફિઝીયોથેરાપી ઇન્સ્પેકટર તરીકે વરણી
- હવે લોકોને અમદાવાદ સુધી ધક્કા નહીં ખાવા પડે
- મોરબીમાં જ થઈ જશે ડોક્યુમેન્ટ વેરીફિકેશન
મોરબી:જિલ્લાના સિનિયર ફીઝીયોથેરાપીસ્ટ ડો. ભાવેશ ઠોરીયાની રાજ્યકક્ષાની ફિઝીયોથેરાપી કાઉન્સિલમાં ઇન્સ્પેકટર તરીકે વરણી કરવામાં આવી છે.જેથી હવે જિલ્લા કક્ષાએ ડોક્ટર્સ અને દર્દીઓને ઘણી રાહત રહેશે.
રજીસ્ટ્રેશન ફરજીયાત
ગુજરાત રાજ્યમાં પ્રેક્ટીસ કરવા ઈચ્છુક ફીઝીયોથેરાપીસ્ટ માટે કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત હોય જેના માટે જરૂરી ડોક્યુમેન્ટ્સનું વેરીફીકેશન ડો. ભાવેશ ઠોરીયા દ્વારા કરવામાં આવશે જેથી મોરબી તેમજ આસપાસના ફીઝીયોથેરાપીસ્ટ માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા ઝડપી અને સરળ બનશે. મોરબીના ડોક્ટર ભાવેશ ઠોરીયાની રાજ્યકક્ષાની કાઉન્સિલમાં વરણી થતા સૌ કોઈ અભિનંદન પાઠવી રહ્યા છે.
આ પણ વાંચો : શું ખરેખર સરદાર સરોવર ડેમમાંથી પાણી લીક થઈ રહ્યું છે?
અમદાવાદ ધક્કા ખાવા નહીં પડે
ભાવેશ ઠોરીયાની ઇન્સ્પેક્ટર તરીકે નિમણુક કરવામાં આવતા મોરબી જીલ્લા તથા આસપાસના નવા પાસ આઉટ થતા ફીઝીયોથેરાપીસ્ટને ડોક્યુમેન્ટ વેરીફીકેશન માટે રાજકોટ, જામનગર અને અમદાવાદના ધક્કા નહિ ખાવા પડે અને મોરબીમાં જ વેરીફીકેશન થઇ જશે.
આ પણ વાંચો : ટોક્યો પેરાલિમ્પિકના ભારતીય ખેલાડીઓને વડાપ્રધાને આપી શુભેચ્છા