મોરબીઃ શહેરમાં સિરામિક સહિતના ઉદ્યોગમાં કામ કરતા શ્રમિકોને ટ્રેન મારફત વતન પરત મોકલવામાં અવી રહ્યા છે. અને ટ્રેનની વ્યવસ્થા થતી જાય તે મુજબ રજીસ્ટ્રેશન કરેલા શ્રમિકોને રવાના કરાઈ રહ્યા છે.
જોકે કોઈ ટ્રેન ન હોવા છતાં રેલવે સ્ટેશને શ્રમિકો ઉમટી પડ્યા હતા. જેથી તેને સમજાવી પરત મોકલવામાં પોલીસને પરસેવો પાડવાનો વારો આવ્યો હતો.
મોરબીમાં UP, બિહાર સહિતના રાજ્યના અનેક શ્રમિકો હજુ વતન વાપસીનો ઇન્તજાર કરી રહ્યા છે. દરમિયાન UPના શ્રમિકોના ટ્રેનનો ખર્ચ UP સરકાર ભોગવશે તેવી જાહેરાત કરવામાં આવી છે.
જેથી UP જવા ઇચ્છતા શ્રમિકો રેલવે સ્ટેશન પહોંચી ગયા હતા. જોકે કોઈ ટ્રેન ન હોતી અને શ્રમિકો આવી પહોંચતા પોલીસ ટીમોએ શ્રમિકોને સમજાવવા ભારે મથામણ કરવી પડી હતી અને ટ્રેનની વ્યવસ્થા થાય ત્યારે જાણ કરવામાં આવશે તેમ સમજાવટ કરી હતી.