મોરબીમાંથી મોકલાયેલા આ રીપોર્ટ પોઝીટીવ આવ્યા હોવાથી ત્રણેય દર્દીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. ઉપરાંત અન્ય 11 શ્રમિકોને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. આરોગ્ય ટીમે કોંગો ફીવરને ધ્યાનમાં રાખી સર્વે શરૂ કર્યો છે. તેમજ તેને રોકવા જરૂરી પગલાં ભરવામાં આવી રહ્યાં છે.
દરમિયાન ફેક્ટરીમાં કામ કરતાં 66 દર્દીઓને મોરબી ખાતે સારવાર માટે ખસેડાયા છે. 36 દર્દીઓના રીપોર્ટ નોર્મલ આવ્યાં છે, જેથી તેમને રજા આપવામાં આવી છે, જ્યારે 28 દર્દીઓને મોરબી સિવિલ હોસ્ટિપટમાં ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યાં છે.