મોરબી જિલ્લામાં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં ખરીફ-2019 સીઝન માટે મોરબી તાલુકામાં મગફળી, એરંડા, તલ, કપાસ (પિયત-બિનપિયત), ટંકારા તાલુકામાં મગફળી, તલ, કપાસ (પિયત-બિનપિયત), વાંકાનેર તાલુકામાં મગફળી, કપાસ (પિયત), હળવદ તાલુકામાં બાજરી, મગ, અડદ, મગફળી, એરંડા, તલ, કપાસ (પિયત-બિનપિયત) તેમજ માળિયા (મિં.) તાલુકામાં બાજરી, મગફળી, એરંડા, તલ, કપાસ (પિયત), કપાસ (બિનપિયત) પ્રમાણેના પાકો નોટીફાઈડ થયેલા છે.
મોરબી જિલ્લાના જુદા-જુદા તાલુકા માટે નોટીફાઈડ થયેલા પાક પૈકી મગફળી, એરંડા, તલ, કપાસ (પિયત-બિનપિયત), બાજરી, મગ, અડદ પાકનો વીમો ઉતારવા ખેડૂતોએ 2 ટકા અને કપાસ(પિયત)માટે 5 ટકા પ્રીમીયમ ભરવુ પડશે. ખરીફ-2019માં મોરબી જિલ્લા માટે યુનિવર્સલ સોમ્પો જનરલ ઈન્સ્યોરન્સ કંપની વીમા કંપની તરીકે નક્કી કરવામાં આવી છે.
ખરીફ-2019 દરમિયાન પ્રધાનમંત્રી ફસલબીમા યોજનાનો લાભ લેવા માટે અરજી કરવાની છેલ્લી તારીખ મગફળી, તલ,કપાસ(પિયત),કપાસ(બિનપિયત),બાજરી,મગ,અડદ પાક માટે 15 ઓગષ્ટ તથા એરંડા પાક માટે 31 ઓગષ્ટ નક્કી કરવામાં આવી છે.