ETV Bharat / state

હળવદ હાઇવે પર બંધ ટ્રક પાછળ બીજો ટ્રક ઘૂસી જતા ડ્રાઇવરનું ઘટનાસ્થળે મોત - હળવદ હાઈવે

હળવદ હાઈવે પર આવેલી હોટલ મંગલ પાસે બંધ પડેલા ટ્રક પાછળ અન્ય ચાલું ટ્રકનું ટાયર ફાટતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ટ્રક ઉભી રાખી ઉભેલા ડ્રાઇવરનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. જ્યારે, અન્ય ટ્રકના ડ્રાઈવરને ઈજાઓ પહોંચતા સારવાર માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

હળવદ હાઇવે ઉપર બંધ ટ્રક પાછળ ટ્રક ઘુસી જતા ડ્રાઇવરનું ઘટનાસ્થળે મોત

author img

By

Published : May 26, 2021, 8:01 PM IST

  • ડ્રાઇવર ટ્રકને રોડની સાઈડમાં ઉભી રાખી ટ્રકનું ટાયર ચેક કરી રહ્યો હતો
  • અમદવાદ તરફ જતા ટ્રકના ડ્રાઈવરને પાછળથી અન્ય ટ્રકની ટક્કર
  • બંધ ટ્રક પાછળ ધડાકાભેર અથડાતા એક ડ્રાઇવરનું કરૂણ મોત

મોરબી: હળવદ હાઈવે ઉપર આવેલી મંગલ હોટલ પાસે કચ્છથી અમદાવાદ જતી ટ્રકના ડ્રાઇવર 49 વર્ષીય ભીખુ હમીર રાવતા ટ્રકને રોડની સાઈડમાં ઉભી રાખી ટ્રકનું ટાયર ચેક કરી રહ્યા હતા. ત્યારે, પાછળથી આવતી ટ્રકનું ટાયર ફાટતા તેના ચાલક વિશાલ રાજપુત સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા બંધ પડેલા ટ્રક પાછળ ધડાકાભેર ટ્રક અથડાઈ હતી. આ ઘટનામાં ભીખુભાઈને ગંભીર ઇજા પહોંચી હતી. આથી, તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

આ પણ વાંચો: કીમ રેલવે સ્ટેશન નજીક અડફેટે આવેલા 14 વર્ષીય સગીરની હત્યાની આશંકા

ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો

બનાસકાંઠાના રહેવાસી અને ટ્રક ડ્રાઇવર વિશાલ ભાઈને ઈજા પહોંચતા સારવાર માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવને પગલે હળવદ પોલીસ ઘટના સ્થળે દોડી જઇ બીજા મૃતક ડ્રાઇવરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આ પણ વાંચો: પાલનપુરના રતનપુર પાસે ઇકો ગાડી અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 2નાં મોત, 4ને ગંભીર ઇજા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.