મોરબી: મળતી માહિતી મુજબ હળવદ માળીયા હાઈવે પર આવેલી આસ્થા સ્પિનિંગ મિલમાં કામ કરતી યુવતીઓને લઈ ક્રુઝર આવી રહી હતી. તે દરમિયાન મીલ નજીક સામેથી આવતા એક આઈસર ટ્રક ચાલકે ક્રુઝરને ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતમાં ક્રુઝર ચાલક અને ક્રુઝરમાં સવાર આઠ યુવતીઓએ ઈજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. જેમાંથી બે યુવતીઓને ગંભીર ઇજા થતા સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડવામાં આવી હતી.
આ અંગે પોલીસને જાણ થતા ઘટના સ્થળે પહોચી હતી અને આઈસર ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.