મોરબી: હળવદ તાલુકાના ભલગામડા નજીકથી પસાર થતી નર્મદાની કેનાલમાં ન્હાવા માટે કેટલાક યુવાનો ગયા હતા. ત્યારે થાનથી મામાના ઘરે આવેલા યુવાન તેના મામાના દીકરા સાથે કેનાલમાં ન્હાવા માટે ગયો હતો અને કેનાલના પાણીમાં ડૂબી જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.
હળવદ તાલુકાના ભલગામડા નજીક જેઠવાધાર પાસેથી પસાર થતી મોરબી બ્રાન્ચની નર્મદા કેનાલમાં થાનથી મામાના ઘરે ભલગામડા આવેલો 18 વર્ષનો યુવાન તેના મામાના દીકરા સાથે નર્મદા કેનાલમાં જેઠવાધાર પાસે ન્હાવા માટે ગયો હતો ત્યારે કાનાભાઈ પાડલીય પાણીમાં ડૂબી ગયો હતો.
ત્યારબાા તરવૈયાઓની ટીમ દ્વારા તેના મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યો હતી. જો કે બનાવ અંગે પોલીસ મથકમાં હજુ સુધી કોઈ નોંધ થઇ નથી.