મોરબી પાલિકાના આશરે 300 જેટલા સફાઈ કામદારો હાજર રહ્યા હતાં. જેમાં મોરબી પાલિકાના સેનિટેશન ઇન્સ્પેક્ટર અને એનજીઓના નિષ્ણાંતોએ સફાઈ કામદારોને માર્ગદર્શન આપ્યું હતું. કે ખાસ કરીને પશુઓ માટે હાનિકારક પ્લાસ્ટિકનો લોકો ઉપયોગ ન કરે તે માટે સફાઈ કામદારો તેમને જાગૃત કરી શકે છે.
લોકો પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરીને જ્યાં ત્યાં પ્લાસ્ટિક કચરો ન ફેંકે તે માટે ખાસ જાગૃત લઇ આવવાની જરૂર છે. આ ઉપરાંત સૂકો અને ભીનો કચરો પણ અલગ રાખીને યોગ્ય નિકાલ કરે તો સ્વચ્છતા જળવાઈ રહેશે, ખાસ કરીને પ્લાસ્ટિક નાબુદી અંગે જન જાગૃતિ આવશ, ત્યારે જ સ્વચ્છ ભારત મિશન સાકાર થયું ગણાશે.