ETV Bharat / state

મોરબી જિલ્લામાં કોરોનાના 8 નવા કેસ નોંધાયા 1નું મોત - વાંકાનેરમાં કોરોના

મોરબી જિલ્લામાં કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. મોરબી જિલ્લામાં બુધવારે કોરોનાના વધુ 8 કેસ નોંધાયા હતા. તો એક દર્દીનું કોરોનાથી મોત થયું હતું

morbi
મોરબી
author img

By

Published : Jul 23, 2020, 10:44 AM IST

મોરબી : જિલ્લામાં કોરોનાના 8 નવા કેસ નોંધાયા હતા. જેમાં પારેખ શેરીના રહેવાસી 26 વર્ષના પુરુષ અને 49 વર્ષના મહિલા, ભવાની ચોકના રહેવાસી 40 વર્ષના પુરુષ, મોરબી કુંજવાળી શહેરી વિવેકાનંદ હનુમાન બાજુમાં રહેતા 33 વર્ષના પુરુષ, ટંકારાના લજાઈ ગામે રહેતા 65 વર્ષના પુરુષ, મોરબીની વર્ધમાન સોસાયટીમાં રહેતા 62 વર્ષના મહિલા, વાવડી રોડ સોમૈયા સોસાયટીમાં રહેતા 55 વર્ષના પુરુષ અને મોરબીના રવાપર રોડ લક્ષ્મી સોસાયટીમાં રહેતા 74 વર્ષના પુરુષનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

મોરબીમાં કોરોનાના 8 નવા કેસ,1 મોત

જેમાં કુલ કેસની સંખ્યા 197 થઇ

જ્યારે જિલ્લામાં કુલ મૃત્યુ આંક 12

જ્યારે વાંકાનેરની અપ્સરા શેરીમાં રહેતા 71 વર્ષના વૃદ્ધનો ગત તા. 11 ના રોજ કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે વૃદ્ધનું રાજકોટ સારવારમાં મોત થયું હતું. મોરબી જિલ્લામાં નવા 8 કેસો સાથે કુલ કેસની સંખ્યા 197 થઇ છે. જેમાં 75 એક્ટીવ કેસ અને 110 દર્દીઓ સ્વસ્થ થયા છે. જયારે જિલ્લામાં કુલ મૃત્યુ આંક 12 થયો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.