- રેમડેસીવીર ઇન્જેક્શનની અછત વર્તાઈ રહી છે
- કલેક્ટરે ઇન્જેક્શન વિતરણ વ્યવસ્થા ગોઠવી
- 7 ટીમોની રચના કરવામાં આવી
મોરબી: જિલ્લામાં કોરોના દર્દીઓની સારવાર કરતી કોઈપણ કોવિડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલ, કોવિડ હેલ્થ કેર સેન્ટર કચેરી દ્વારા આપવામાં આવેલા ઈ-મેલ આઈડી sdmmorbi.covid19@gmail.com પર સાંજે 9થી સવારના 9 સુધીમાં ઓક્સિજન બેડમાં સારવાર લઇ રહેલા દર્દીની વિગતો સાથેનું indent form તથા દરેક દર્દીના આધારકાર્ડ અને દર્દીનો કોરોના પોઝિટિવ રિપોર્ટ સ્કેન કરી અપલોડ કરવાનો રહેશે.
આ પણ વાંચો: ગાંધીનગર: ઓક્સિજન બેડ મામલે કલેક્ટરે મૌન તોડ્યું, ખાનગી હોસ્પિટલમાં ઓક્સિજન બેડની અછત
5 ટીમ મોરબી શહેર અને તાલુકા માટે, 1-1 ટીમ હળવદ-વાંકાનેરની વ્યવસ્થા સંભાળશે
જે મુજબ જરૂરિયાતને ધ્યાને લઈને મેઈલમાં અપલોડ કરેલા ડોક્યુમેન્ટ વેરીફાઈ, દરેક કોવિડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલ સ્ટાફ કોરોના મહામારી કામગીરીમાં વ્યસ્ત હોય છે. જેથી મહેસુલી કર્મચારીઓની ટીમો બનાવી દરેક હોસ્પિટલ અથવા કોવિડ સેન્ટરને રૂબરૂ જઈને રેમડેસીવીર ઇન્જેક્શન જથ્થો પૂરો પાડવામાં આવશે અને સ્થળ પરથી રૂબરૂ જઈને ઓરીજિનલ ડોક્યુમેન્ટ મેળવી લેશે.
આ પણ વાંચો: ખેડા જિલ્લામાં ઓક્સિજન બેડ તથા રેમડેસીવીરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ : કલેક્ટર
2 નાયબ મામલતદારો ખાસ વેરીફિકેશન કરશે
જે કામગીરી માટે 2 નાયબ મામલતદારોની ખાસ વેરીફિકેશન ટીમો બનાવી છે તેમજ ઇન્જેક્શન હોસ્પિટલ સુધી પહોંચાડવા માટે 7 ટીમની રચના કરવામાં આવી છે. જે પૈકી 5 ટીમ મોરબી શહેર અને તાલુકા માટે જયારે 1 ટીમ વાંકાનેર શહેર-તાલુકા અને 1 ટીમની હળવદ શહેર અને તાલુકા માટે રચના કરવામાં આવી છે.