ETV Bharat / state

Morbi Honey Trap Case : મોરબીમાં વૃદ્ધને હનીટ્રેપનો શિકાર બનાવનાર બે મહિલા સહિત 6 ઝડપાયા - મોરબીમાં હનીટ્રેપ ક્રાઈમ

મોરબીમાં વયોવૃદ્ધને પાસે ફ્લેટ ખરીદવાનું (Morbi Honey Trap Case) કાવતરું કરી લાખો રૂપિયાની રકમ પડનારને પોલીસે ઝડપી પાડ્યા છે. આ વયોવૃદ્ધને આ 6 આરોપીઓ (Kidnapping case in Morbi) ધમકી આપી રહ્યા હતા કે, પૈસા નહીં આપો તો ગાડીમાં જીવતા સળગાવી દઈ જાનથી મારી નાખીશું.

Morbi Honey Trap Case : મોરબીમાં વૃદ્ધને હનીટ્રેપનો શિકાર બનાવનાર બે મહિલા સહિત 6 ઝડપાયા

author img

By

Published : Mar 22, 2022, 2:06 PM IST

મોરબી : રવાપર રોડ પર રહેતા વયોવૃદ્ધને ફ્લેટ ખરીદવાના બહાને હનીટ્રેપમાં (Morbi Honey Trap Case) ફસાવવાનું કાવતરું સામે આવ્યું છે. જેમાં એક મહિલા સહિતના કુલ છ શખ્સોએ કાવતરું રચી વૃદ્ધનું અપહરણ કરી લાખો રૂપિયાની રકમ પડાવી લીધી હતી. તેને લઈને સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. જે ફરિયાદના આધારે પોલીસે તમામ આ આરોપીઓને પકડી પાડ્યા છે.

મોરબીમાં વૃદ્ધને હનીટ્રેપનો શિકાર બનાવનાર બે મહિલા સહિત 6 ઝડપાયા

ફ્લેટ ખરીદવાના બહાને વૃદ્ધને બોલાવ્યા - મોરબીના રવાપર રોડ પર રહેતા વયોવૃદ્ધને ફ્લેટ ખરીદવાના બહાને છ શખ્સોની ટોળકી દ્વારા ફસાવવામાં આવ્યા હતા. જેમાં ગોંડલના અંકિત ઉર્ફે ગટુ દિનેશ નાગલા અને તેમની પત્ની રીન્કુ નાગલા સહિતના આરોપીઓએ (Honeytrap to Elderly in Morbi) સુવ્યવસ્થિત કાવતરું રચી ફ્લેટ માટે ટોકન દેવાના બહાને વૃદ્ધને બોલાવ્યા હતા. ટોળકીના અન્ય સભ્યો આ સમયે અહીં આવી પહોંચ્યા હતા. જેમાંથી આરોપી અનિલ ઉર્ફે દેવાએ મોબાઇલ ફોનમાં સ્ત્રીને નજીક રાખી વૃદ્ધના ફોટા પાડ્યા હતા. બાદમાં મોબાઇલ ફોન લઇ વૃદ્ધને ગાડીમાં બેસાડી અપહરણ (Kidnapping Case in Morbi) કરી વાંકાનેર બાજુ લઈ ગયા હતા. આરોપી ધમકી આપી કે, ફોટા વાયરલ કરી સમાજમાં બદનામ કરી દઈશું. જો કે એક કરોડની પૈસા નહીં આપો તો ગાડીમાં જીવતા સળગાવી દઈ જાનથી મારી નાખીશું.

આ પણ વાંચો : support price Plan: મોરબીમાં ચાર સેન્ટરો પર ટેકાના ભાવે ચણાની ખરીદી શરુ

6 શખ્સોએ 22 લાખ પડાવાયા - આ ઉપરાંત વૃદ્ધ આ મામલે પતાવટ માટે આરોપી દિલીપ મિસ્ત્રીને બોલાવતા આરોપી અંકિત અને પ્રશાંત ઇકો ગાડી લઈને આવ્યા હતા. અને 22 લાખ રૂપિયામાં સમાધાન કરવાનું નક્કી કરી બળજબરીથી 22 લાખ પડાવી લીધા હતા. આરોપી પ્રશાંત અવાર નવાર વૃદ્ધને સમાધાન માટે રાજકોટ બોલાવી ફોન કરી ધાક ધમકી આપી હેરાન પરેશાન કરતા હતો. જેથી આખરે વૃદ્ધએ મોરબી બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો : મોરબીમાંથી બાળકનું અપહરણ કરનારું દંપતી મધ્યપ્રદેશથી ઝડપાયું

પોલીસે તમામને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી - પોલીસે ફરિયાદના (Honeytrap Crime in Morbi) આધારે રાજકોટ, વ્યારા, મધ્યપ્રદેશ રાજ્યના ઓમકારેશ્વર ખાતે ટીમ મોકલી દિલીપ કાંતિ મિસ્ત્રી (રહે. રામેશ્વર હાઇટસ મોરબી) અંકિત ઉર્ફે ગટુ નાગલા (રહે. ગોંડલ), પ્રશાંત ઉર્ફે લાલો બારોટ (રહે. મોરબી) અનિલ ઉર્ફે દેવો રાવળ (રહે. ચોટીલા) ગીતા ઉર્ફે રીન્કુ નાગલા (રહે. ગોંડલ) અને ઉષા પટેલને પકડી પાડ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.