ETV Bharat / state

ધારાસભ્ય પર હુમલો કરનાર જિલ્લા પંચાયત પ્રમુખ સહિત 6 આરોપી પોલીસ સમક્ષ થયા હાજર

નવસારીમાં ખેરગામ ખાતે ધારાસભ્ય ( attacked the MLA) પર ફિલ્મી સ્ટાઇલ હુમલો કરવાના પ્રકરણમાં સંડોવાયેલ આરોપી જામીને છૂટ્યા હોવાની માહિતી મળી રહી છે. જિલ્લા પંચાયત પ્રમુખ સહિત 6 જેટલા આરોપીઓ પોલીસ સમક્ષ હાજર થયા છે. સરકારી મિલકતોને નુકશાન પહોચાડવા બદલ ગુનો નોંધવામાં આવ્યો હતો.

ધારાસભ્ય પર હુમલો કરનાર જિલ્લા પંચાયત પ્રમુખ સહિત 6 આરોપી પોલીસ સમક્ષ થયા હાજર
ધારાસભ્ય પર હુમલો કરનાર જિલ્લા પંચાયત પ્રમુખ સહિત 6 આરોપી પોલીસ સમક્ષ થયા હાજર
author img

By

Published : Nov 4, 2022, 11:18 AM IST

નવસારી ખેરગામ ખાતે ધારાસભ્ય ( attacked the MLA) પર ફિલ્મી સ્ટાઇલ હુમલો (Film style attack) કરવાના પ્રકરણમાં સંડોવાયેલ આરોપી જામીને છૂટ્યા છે. જિલ્લા પંચાયત પ્રમુખ સહિત 6 જેટલા આરોપીઓ પોલીસ સમક્ષ હાજર થયા છે. આ કેસમાં લોકો પર પણ સરકારી મિલકતોને નુકશાન પહોચાડવા બદલ ગુનો નોંધાયો હતો. જે પછી એક મહિનાથી વધુ સમય ફરાર એવા ધારાસભ્ય પર હુમલો કરનાર આરોપીઓ આખરે પોલીસની ઝપેટમાં આવી ગયા હતા.

ધારાસભ્ય પર હુમલો કરનાર જિલ્લા પંચાયત પ્રમુખ સહીત 6 આરોપીઓ પોલીસ સમક્ષ થયા હાજર

તાત્કાલિક ફરિયાદ ખેરગામ ખાતે ગત 8 તારીખે જે વાંસદના ધારાસભ્ય અનંત પટેલ પર હુમલો થયો હતો. આ હુમલામાં સંડોવાયેલ આરોપીઓ વિરુદ્ધ તાત્કાલિક ફરિયાદ નોંધાઇ હતી. ત્યારથી જ તમામ આરોપીઓ અદ્રશ્ય થયા હતા. બીજી તરફ ધારાસભ્ય અનંત પટેલ સહિત અન્ય લોકો પર પણ સરકારી મિલકતોને નુકશાન પહોચાડવા બદલ ગુનો નોંધાયો હતો. સમગ્ર ઘટનામાં રાજકીય વાતાવરણ તંગ બનતા પોલીસ એક્શનમાં આવી હતી. લગભગ એક મહિનાથી વધુ સમય ફરાર એવા ધારાસભ્ય પર હુમલો કરનાર આરોપીઓ આખરે પોલીસને શરણે પહોંચ્યા હતા.

મુક્ત કરવામાં આવ્યા જાત જમીન પર તેમને મુક્ત કરવામાં આવ્યા હતા. અનંત પટેલ પર હુમલો કરનારા જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુ આહીર, તેમનો ભત્રીજો રીંકુ આહીર, કીર્તિ આહીર, અંકિત આહીર, ચેતન પટેલ અને દિનેશ પટેલ તમામ પોલીસ સમક્ષ હાજર થયા હતા. મહત્વનું છે કે 7 વર્ષથી ઓછી સજા હોવાથી જાત જામીન પર તમામ આરોપીઓને મુક્ત કરાયા હતા. ટુક સમયમાં ચૂંટણી આવી રહી છે ,ત્યારે નવસારી જિલ્લાનું રાજકીય વાતાવરણ નહિ બગડે તેને લઈ પોલીસ પણ સતર્ક બની છે. કોઈ પણ અનિચ્છનીય બનવા નહિ બને તેને ધ્યાને રાખી કામે લાગી છે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.