ETV Bharat / state

મોરબી જિલ્લામાં ખેતીની નુકસાનીનો સર્વે કરવા 50 ટીમની રચના કરાઈ - Morbi District Agriculture Department

મોરબી જિલ્લામાં અતિવૃષ્ટિના કારણે ખેતીના પાકમાં વ્યાપક નુકસાન થયું છે. ત્યારે સમગ્ર જિલ્લામાં પાકની નુકસાનીનો સર્વે કરવા માટે જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા 50 ટીમની રચના કરવામાં આવી છે.

etv bharat
મોરબી જિલ્લામાં ખેતીની નુકસાનીનો સર્વે કરવા 50 ટીમની રચના કરાઈ
author img

By

Published : Sep 4, 2020, 3:04 PM IST

મોરબી: જિલ્લામાં અતિવૃષ્ટિના કારણે ખેતીમાં વ્યાપક તારાજી થઈ છે. પ્રાપ્ત માહિતી મુજબ મોરબી જિલ્લામાં કુલ 3 લાખ હેકટર જમીનમાં વાવેતર થયું છે. જો કે આ વર્ષે વાવેતર સારું થયું છે પણ ભારે વરસાદથી ખેતરોમાં પાણી ફરી વળતા 66761 હજાર હેકટર જમીનમાં થયેલા વાવેતરને નુકસાન થયું હોવાનું અંદાજ લગાવવામાં આવી રહ્યું છે. જેમાં સૌથી વધુ મોરબીમાં 27500 હેકટર, માળીયામાં 23 હજાર હેકટર, ટંકારામાં 9 હજાર 500 હેકટર, વાંકાનેરમાં 3 હજાર 400 હેકટર, હળવદમાં 3 હજાર 200 હેકટરમાં નુકસાન થયું હોવાનો અંદાજ છે.

સૌથી વધુ પાકની વાત કરીએ તો તલ, મગ, ગવાર સહિતના પાકોને વ્યાપક નુકસાન થયું છે. જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા પાકની નુકસાનીનો સર્વે કરવા માટે 50 ટીમની રચના કરવામાં આવી છે. જેમાં દરેક ટીમમાં તલાટી મંત્રી, ગ્રામ સેવક અને સહયોગ માટે સરપંચ, ઉપસરપંચ અને ખેડૂતો જોડાશે. ગત 31 ઓગસ્ટથી પાકની નુકસાના સર્વેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.