- રાજકોટના યુવકની હત્યાના વધુ 4 આરોપીની ધરપકડ
- મોરબી પોલીસે યુવકની હત્યાના આરોપીઓની કર ધરપકડ
- આરોપીઓ રાહુલ ગોહીલની હત્યા કરી ભાગી ગયા હતા
મોરબીઃ વાંકાનેર તાલુકાના મહિકા અને હોલમઢ નજીક રાજકોટના એક યુવકની હત્યા કરવામાં આવી હતી. આ અંગે મળતી માહિતી અનુસાર, રાજકોટમાં રહેતા ફરિયાદી અંકુર રાજેશભાઈ ઉર્ફે રાજુ ગોહિલ રાજકોટવાળાના ભાઈ રાહુલભાઈ રાજેશભાઈ ઉર્ફે રાજુભાઈ ગોહિલ તથા તેના મિત્ર નીતિનભાઈ માધવજીભાઈ ડાભી (રહે. બંન્ને રાજકોટવાળા)ઓ ડમ્પર લઈને હોલમઢ તરફથી મહિકા ગામ તરફ જતા હતા. તે દરમિયાન આ કામના આરોપી એજાઝ ઉર્ફે અર્જુ હનીફભાઈ પાયક (ફારૂકી મસ્જિદ પાછળ, રાજકોટ), સોહિલ નુરમામદભાઈ કાબરા (રામનાથપરા, રાજકોટ) તથા નિઝામ નુરમહમદ હોથી (રામનાથપરા, રાજકોટ) તથા અજાણ્યા 3 શખ્સે કાર તથા એક્ટિવા બાઈકમાં આવી ડમ્પર ઉભુ રખાવ્યું હતું. ત્યારબાદ આરોપીઓએ છરી તથા લોખંડના પાઈપથી હુમલો કરી ફરીયાદીના ભાઈ રાહુલભાઈ રાજેશભાઈ ઉર્ફે રાજુભાઈ ગોહીલ (ઉં. 25, રણુજા મંદિરની વાળા)ને ગંભીર ઈજા પહોંચાડતી મોત નિપજાવી તથા નીતિન માધવજીભાઈ ડાભીને નાની મોટી ઈજા કરી નાસી છૂટ્યો હતો.
આ પણ વાંચો- તાપીના વ્યારામાં બિલ્ડર નિશિષ શાહની હત્યાનો ભેદ ઉકેલાયો
પોલીસે અગાઉ એક આરોપીની કરી હતી ધરપકડ, વધુ ચારને ઝડપી પાડ્યા
મોરબી LCB અને વાંકાનેર પોલીસ સ્ટેશનની વિવિધ ટીમ બનાવી હતી. ત્યારબાદ રાજકોટમાં તપાસ કરતા હત્યામાં સંડોવાયેલા એજાઝ ઉર્ફે અજુ હનીફભાઈ પાયક(ઉં 28, રહે. લાખાજી રાજ શ્રમજિવી સોસાયટી, રાજકોટ), સોહિલ નુરમારદભાઈ કાબરા (ઉં 31, રહે. રામનાથ પરા શેરી નંબર 24, રાજકોટ) નિઝામુદિન નુરમામદ હોથી (ઉં 32, રહે. રામનાથ પરા, રાજકોટ), જુમાશા નુરશા શાહમદાર જાતે (ઉં 23, રહે. લાખાજી રાજ શ્રમજિવી સોસાયટી, રાજકોટ) તેમજ કાયદાના સંર્ઘષમાં આવેલા કિશોર સહિતના શખ્સોને ઝડપી લીધા હતા.
આ પણ વાંચો- રાજકોટમાં સંબંધોનું ખુન, સસરાએ છરીનાં ઘા ઝીંકી જમાઈની કરી હત્યા
વર્ષ 2019માં RTO નજીક થયેલી હત્યાની અદાવત રાખી હત્યા કરવામાં આવી હતી
આ અંગે વધુમાં મળતી વિગત, મુજબ વર્ષ 2019માં રાજકોટ RTO કચેરીમાં નજીક ફરિયાદીના કાકા અમરીશભાઈને આરોપી એજાઝ તથા તેના ભાઈ સાહિલ સાથે ટ્રકમાં રેડિયમ પટ્ટી લગાડવા અને ટ્રક પાસિંગ બાબતે ઝઘડો થયો હતો. તે કેસમાં રાહુલભાઈની હત્યા થઈ હતી. તો નીતિન ડાભીને ઈજા પહોંચી હતી. જેલમાંથી જામીનમુક્ત થયા હતા. આ બનાવનો રોષ રાખી આરોપીઓએ આ ગુનાને અંજામ આપ્યો છે.