ETV Bharat / state

મોરબી અને વાંકાનેરમાં જુગાર રમતા 10 શખ્સ ઝડપાયા - બાતમીના આધારે દરોડા

હાલમાં IPLની સિઝન ચાલી રહી છે. ત્યારે અનેક જગ્યાએ સટ્ટોડિયાઓ મેચ પર સટ્ટો અને જુગાર રમતા હોય છે. ત્યારે મોરબી જિલ્લામાં પણ પોલીસે જુગાર રમતા 10 શખ્સને ઝડપી પાડ્યા હતા. મોરબી LCB અને વાંકાનેર પોલીસે સંયુક્ત દરોડા પાડી આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

મોરબી અને વાંકાનેરમાં જુગાર રમતા 10 શખ્સ ઝડપાયા

author img

By

Published : Apr 30, 2021, 1:55 PM IST

  • મોરબી LCB અને વાંકાનેર પોલીસના સંયુક્ત દરોડા
  • જાહેરમાં જુગાર રમતા 10 આરોપીની ધરપકડ કરાઈ
  • પોલીસે 80,00થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો

મોરબીઃ જિલ્લામાં LCBની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ટંકારાના નેસડાથી ઘુનડા જવાના રસ્તે આવેલી ખેત તલાવડીમાં જુગાર રમાતા હોવાની પોલીસને બાતમી મળી હતી. એટલે પોલીસે તે સ્થળ પર દરોડા પાડ્યા હતા. પોલીસે જુગાર રમતા નીલેશ માવજીભાઈ ભાડજા (રહે. ઉમિયાનગર, ટંકારા), દામજી થોભણભાઈ બારૈયા (રહે. નાના ખીજડિયા, ટંકારા), હરજીવન રાઘવજીભાઈ વડાવિયા (રહે. રાજપર, મોરબી) અને મનોજ અમરસીભાઈ સુવારિયા (રહે. શકત શનાળા, મોરબી) એમ 4 શખ્સને ઝડપી પાડ્યા હતા. આ સાથે પોલીસે રોકડ રકમ 71,600 રૂપિયા જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચોઃ મોડાસામાં ચણા અને એરંડાના 700 કટ્ટાની ચોરી કરનાર વેપારી પુત્ર સહિત 6ની ધરપકડ

વાંકાનેરના જાંબુડિયા પાટિયા પાસે જાહેરમાં જુગાર રમતા છ ઝડપાયા

તો બીજી તરફ વાંકાનેર સિટી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળતા પોલીસે જાંબુડિયા ગામના પાટિયા પાસે ખરાબામાં દરોડા પાડ્યા હતા. અહીં કેટલાક લોકો જાહેરમાં જુગાર રમતા હતા. પોલીસે અનીલ સલીમ પંજવાણી, હુશેનશા ઈસ્માઈલશા શાહમદાર, વિપુલ રમેશભાઈ ચૌહાણ, હિરેન ભીખાભાઈ માણેક, વિકી રમેશભાઈ અઘારા અને સાગર સામજીભાઈ સોલંકી એમ 6 જુગારીઓની ધરપકડ કરી હતી. આ સાથે પોલીસે આરોપીઓ પાસેથી 10,500 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ પણ વાંચોઃ જૂનાગઢ પોલીસે બાઈક ચોરી કરતાં યુવકની કરી ધરપકડ, ગીર સોમનાથ અને જૂનાગઢમાંથી કરતો હતો ચોરી

જિલ્લામાં કોરોનાના કેસ વધી રહ્યા છે તેમ છતા આરોપીઓ જાહેરમાં જુગાર રમતા હતા

IPLની સિઝન ચાલતી હોવાથી અનેક જગ્યાએ સટ્ટોડિયાઓ મેચ પર સટ્ટો રમાડતા હોય છે. તેવામાં મોરબી અને વાંકાનેરમાં જાહેરમાં જુગાર રમતા આરોપીઓને પોલીસે ઝડપી લીધા હતા. એક તરફ જિલ્લામાં કોરોનાના કેસ વધી રહ્યા છે. તો બીજી તરફ આ આરોપીઓ જાહેરમાં જુગાર રમતા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.