ETV Bharat / state

નિઃશુલ્ક મેઘના કોવિડ સેન્ટર બંધ કરાતા રોષે ભરાયેલા યુવકોએ હોબાળો કરતા RMOએ ફરિયાદ નોંધી - kadi news

મહેસાણાના કડીમાં કાર્યરત મેઘના કોવિડ સેન્ટરમાં નિઃશુલ્ક સારવાર અને ભોજન સહિતની સારી વ્યવસ્થા ચાલતી હોવા છતાં ઓક્સિજનના અભાવનું કારણ આગળ ધરી દઈ મેઘના કોવિડ સેન્ટર તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવ્યું છે. યુવકો રજૂઆત માટે કડી સરકારી હોસ્પિટલ પહોંચી અધિકારી સાથે વાત વિવાદ કરતા ઉગ્ર બોલાચાલી સર્જાઈ હતી. જેને લઈ સરકારી અધિકારી RMO દ્વારા હોબાળો મચાવતા 15થી 20 યુવકો સામે રાયોટિંગ, ધમકી અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

kadi
kadi
author img

By

Published : May 1, 2021, 2:23 PM IST

  • કોરોના મહામારી સમયે અનેક સેવાભાવી લોકો અને સંસ્થાઓ કાર્યરત
  • મેઘના કોવિડ સેન્ટરમાં નિઃશુલ્ક સારવાર અને ભોજન સહિતની સારી વ્યવસ્થા
  • ઓક્સિજનના અભાવનું કારણ આપી મેઘના કોવિડ સેન્ટર તંત્ર દ્વારા બંધ કરાયું

મહેસાણા : કડી ખાતે કોરોના મહામારી સમયે અનેક સેવાભાવી લોકો અને સંસ્થાઓ એક બીજાની વ્હારે આવી લોકોના જીવ બચાવવા કામે લાગ્યા હતા. જોકે, આ જ પ્રકારે માનવતાનું કાર્ય કરતા કડીમાં કાર્યરત મેઘના કોવિડ સેન્ટરમાં નિઃશુલ્ક સારવાર અને ભોજન સહિતની સારી વ્યવસ્થા ચાલતી હોવા છતાં ઓક્સિજનના અભાવનું કારણ આગળ ધરી દઈ મેઘના કોવિડ સેન્ટર તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવ્યું છે.

આ પણ વાંચો : બનાસકાંઠામાં વધતા જતા કોરોનાના દર્દીઓને સારવાર મળી રહે તે માટે કોવિડ સેન્ટર શરૂ કરાયા

સરકારી હોસ્પિટલ પહોંચી અધિકારી સાથે વાત વિવાદ કરતા ઉગ્ર બોલાચાલી સર્જાઈ

સેન્ટર બંધ કરી દેતા સેવા આપતા યુવકો અને સ્થાનિકોની લાગણી દુભાઈ રહી છે. જેને લઈ યુવકો રજૂઆત માટે કડી સરકારી હોસ્પિટલ પહોંચી અધિકારી સાથે વાત વિવાદ કરતા ઉગ્ર બોલાચાલી સર્જાઈ હતી. જેને લઈ સરકારી અધિકારી RMO દ્વારા હોબાળો મચાવતા 15થી 20 યુવકો સામે રાયોટિંગ, ધમકી અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો : કડીમાં કોરોના દર્દીઓ માટે આશીર્વાદ રૂપ બનેલું મેઘના કોવિડ સેન્ટર ષડ્યંત્રથી કરાયું બંધ
98 દર્દીઓ નિઃશુલ્ક સારવાર લઈ સ્વસ્થ થયા

કડીમાં આવેલી મેઘના કોવિડ સેન્ટર નિઃશુલ્ક સેવા આપવા માટે સ્થાનિક સેવાભાવી લોકો અને સંસ્થાઓમાં સહયોગથી દર્દીઓને સારવાર, ઓક્સિજન અને ભોજન સહિતની વ્યવસ્થાથી સજ્જ કરાયું હતું. જ્યાં 75 દર્દીઓને સારવારની મંજૂરી સામે 150 દર્દીઓ દાખલ કરવામાં આવ્યા હતા. જેમાંથી 98 દર્દીઓ સ્વસ્થ થઈ પોતાના ઘરે પરત ફર્યા હતા. કડી વિસ્તારમાં આ કોવિડ સેન્ટર કોરોનાની સારવાર લેતા દર્દીઓ માટે આશાનું કેન્દ્ર હતું. જેને તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવતા લોકોની લાગણી દુભાઈ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.