- પર્યાવરણ પ્રેમી જેમણે 10થી 12 લાખ વૃક્ષો વાવ્યાં છે
- ખેડૂતોને પ્રેરણા આપી ઉત્તર ગુજરાતમાં 7 કરોડ વૃક્ષો વાવણી કરાવ્યાં છે
- લોકડાઉનમાં 50000 વૃક્ષોની વાવણી કરી
- પર્યાવરણ પ્રેમી તરીકે જીતુભાઇ પટેલને ગ્રીન એમ્બેસેડરનું મળ્યું છે બિરુદ
મહેસાણાઃ જીતુભાઇ પટેલે અત્યાર સુધી 10થી 12 લાખ વૃક્ષો ઉછેર્યા છે તેમના દ્વારા વિસનગર અને વિજાપુર નજીક બે ઓક્સિજન પાર્ક નિર્માણ કરાયા છે. જેમાં વિજાપુર નજીક સાબરમતી નદીના પટ પાસે ભારતનું પહેલું મેનમેડ ફોરેસ્ટ બનાવતા આજે લાખો વૃક્ષો થકી શુદ્ધ ઓક્સિજન પ્રાપ્ત થવાની સાથે ત્યાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી રહી છે
આ પણ વાંચોઃ વર્ષોથી દૂષિત થઇ રહી છે નવસારીની લોકમાતા નદી પૂર્ણા, તંત્રના આંખ આડા કાન
રાજ્યપાલના હસ્તે નિર્મિત ગ્લોબલ ગ્રીન સંગઠન થકી રાજ્યની 2200 સંસ્થાઓ કરે છે પર્યાવરણના જતન માટે કાર્ય
પ્રકૃતિ પ્રેમી જીતુભાઇને ગ્રીન એમ્બેસેડરનું બિરુદ સાથે અનેક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે આજે લોકડાઉન સમયે કોરોના મહામારીમાં ઓક્સિજનની ઉણપ જોતા તેઓએ આ સમયનો સદુપયોગ કરી પોતાની ટીમની મદદ લઇ વધુ 50 હજાર વૃક્ષ રોપ્યાં છે. જીતુભાઇના અનુમાન પ્રમાણે એક વ્યક્તિ પોતાની 70 વર્ષની જીંદલીમાં 13 વૃક્ષ ઉત્પન્ન કરે તેટલો ઓક્સિજન ઉપયોગમાં લઈ છે અને અંતે દેહત્યાગ બાદ પણ એક વૃક્ષ જેટલા લાકડા તો જોવે છે ત્યારે એક વ્યક્તિએ 14 વૃક્ષ વાવણી કરવા જોઈએ અને પર્યાવરણનું જતન કરવું જોઈએ. જીતુભાઇ પટેલના પ્રયત્નોથી ઉત્તર ગુજરાતના ખેડૂતોએ 7 કરોડ જેટલા વૃક્ષો પોતાના ખેતરના શેઢે વાવણી કર્યા છે. આમ પોતાના પર્યાવરણ પ્રેમને લઈ પોતાની સાથે અન્ય લોકોને પણ સદાય વૃક્ષારોપણની પ્રેરણા આપતા જીતુભાઇ પટેલે રાજ્યની 2200 સંસ્થાઓનો સહયોગ લઈ રાજ્યપાલના હસ્તે ગ્રીન ગ્લોબલ બ્રિગેડ નામે સંસ્થા બનાવી વૃક્ષોના જતન અને પર્યાવરણના રક્ષણ માટે ઉમદા કાર્ય કરી બતાવ્યું છે.
એક વ્યક્તિ 70 વર્ષની જિંદગીમાં 13 વૃક્ષના ઓક્સિજનનો ઉપયોગ કરે છે
પ્રકૃતિપ્રેમી જીતુભાઇ પટેલ રાજ્યમાં વૃક્ષછેદન અટકાવવા માટે અનેક પ્રયાસો કરી ચૂક્યા છે. ત્યારે જીતુભાઇએ ઈટીવી ભારત સાથે કરેલી ખાસ વાતચીતમાં તેઓએ વૃક્ષછેદન માટે સરકારને જવાબદાર બતાવતાં કહે છે કે સરકાર રોડ રસ્તાઓ બનાવતા જે વૃક્ષ છેદન કરે છે તે અટકે માટે પહેલેથી જ આયોજન કરી વૃક્ષો વાવણી કરવા જોઈએ. જેથી તેને કાપવાનો વારો ન આવે અને લોકોને પણ વૃક્ષ છેદન ન કરવા માટે સમજાવી શકાય. પણ જો સરકાર જ વૃક્ષ કાપે તો લોકોને કેમ સમજાવવા તે સવાલ છે અને એક વ્યક્તિ એક વૃક્ષ અચૂક વાવે તેવી અપીલ કરતા પર્યાવરણ દિવસની તેમને શુભેચ્છાઓ પાઠવી છે.
આ પણ વાંચોઃ ભારત સરકારે ટ્વિટરને મોકલી ફાઇનલ નોટીસ