મહેસાણાઃ જિલ્લામાં કોરોના વાયરસની અગમચેતીના ભાગ રૂપે ST બસ તંત્ર પણ એક્ટિવ બન્યું છે. જેમાં એસટી બસ પોર્ટ સહિત એસટી બસમાં સફાઈ અને જંતુનાશક દવાનો છંટકાવ સહિતની કામગીરી પુર જોશમાં હાથ ધરાઈ છે.
કોરોનાથી બચવા વિસનગર એસ.ટી. તંત્ર સતર્ક મહેસાણા જિલ્લામાં મુસાફરોની મોટી સંખ્યા રોજિંદી મુસાફરી માટે એસટી બસનો ઉપયોગ કરતા હોય છે, ત્યારે સરકારે જાહેર કરેલા પરિપત્ર મુજબ એસટી બસ તંત્ર પણ કોરોના વાયરસને પગલે અગમચેતીના ભાગ રૂપે સજ્જ બનતા જિલ્લાના વિસનગર એસટી ડેપોમાં બસ સ્ટેશનની સાફ સફાઈ અને જંતુનાશક દવાનો છંટકાવ સહિત બસ ડ્રાઇવરો અને કડંક્ટરોને માસ્ક પહેરવા સહિતની કામગીરી કરવામાં આવી છે.એસટી વિભાગ દ્વારા મુસાફરોને રક્ષણ આપવા દર બે દિવસે એસટી બસનું વોશિંગ કરી આરોગ્ય વિભાગ અને પાલિકા તંત્રની મદદ લઇ જંતુનાશક દવાઓનો છંટકાવ કરી મુસાફરોના સ્વાસ્થ્યની ચિંતા કરવામાં આવી રહી છે.