મહેસાણાઃ આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલના મત વિસ્તાર વિસનગરમાં શહેર ભાજપના ઉપપ્રમુખે પક્ષમાંથી રાજીનામું આપી (Visnagar BJP Vice President Resign) નારાજગી વ્યક્ત (Ajmalji Thakor annoyed with BJP) કરી હતી. રાજીનામું આપનારા ઉપપ્રમુખ અજમલજી ઠાકોર વર્ષ 2013થી ભાજપ સાથે જોડાયેલા હતા. ઠાકોર સમાજ અનામત સમિતિની માગણી ન (Demand of Thakor community in Visnagar) સંતોષાતા તેમણે રાજીનામું આપ્યું હોવાનું સામે આવ્યું છે. તેમણે ભાજપના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું ધરી (Ajmalji Thakor resigns from all positions) દીધું છે. જોકે, અત્યારે તેઓ ભાજપ છોડી કોઈ રાજકીય પક્ષમાં નથી જોડાયા, પરંતુ સમાજની લાગણી અને માગણી જે પક્ષ (Demand of Thakor community in Visnagar) સ્વીકારશે તેની સાથે તેઓ જોડાશે તેવું અજમલજી ઠાકોરે (Ajmalji Thakor's voluntary resignation) જણાવ્યું હતું.
ભાજપમાં પાયાના કાર્યકર્તાની નારાજગી આવી સામે
ભાજપ શિસ્ત શિષ્ટાચારમાં માનનારી પાર્ટી કહેવામાં આવે છે અને પાર્ટીના આદેશ અને નિયમોનું પાલન ન કરતા સભ્યોને પાર્ટી દ્વારા દૂર કરવાના અનેક કિસ્સાઓ જોવા મળ્યા છે ત્યારે રાજકીય પાર્ટી તરીકે વિશ્વમાં નામના મેળવનારી ભાજપમાં પાયાના કાર્યકરોની નારાજગી પણ (Ajmalji Thakor annoyed with BJP) રહેલી હોય તેવું જોવા મળી રહ્યું છે.
ઉપપ્રમુખે વરણી થયાના ગણતરીના દિવસોમાં પક્ષ સામે વ્યક્ત કરી નારાજગી
ભાજપમાંથી નારાજગી અનુભવતા વિસનગરના શહેર ભાજપ ઉપપ્રમુખ તેમની ઉપપ્રમુખ તરીકે (Visnagar BJP Vice President Resign) વરણી થયાના ગણતરીના દિવસોમાં પક્ષ સામે નારાજગી દર્શાવતા (Ajmalji Thakor annoyed with BJP) રાજીનામું આપી દેતા જિલ્લા ભાજપ સંગઠનમાં ખળભળાટ સાથે ચર્ચાનો વિષય બન્યો છે. તાજેતરમાં વિસનગર શહેર ભાજપના ઉપપ્રમુખ અને પક્ષના તમામ હોદ્દા સહિત કાર્યકર્તા તરીકેના પદ પરથી અજમલજી ઠાકોરે ભાજપમાંથી સ્વૈચ્છિક રાજીનામું જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપ પ્રમુખને (Ajmalji Thakor's voluntary resignation) સંબોધીને મોકલી આપ્યું છે.
વર્ષ 2013માં ભાજપમાં સામેલ થયા હતા અજમલજી ઠાકોર
વર્ષ 2013માં કોંગ્રેસ સાથે છેડો ફાડી પક્ષ પલટો કરતા અજમલજી ઠાકોરે ભાજપમાં એન્ટ્રી મેળવી હતી અને ભાજપના સાથે મળી નગરપાલિકા કોર્પોરેટર સહિતના પદ મેળવ્યા હતા. જોકે, પોતે શ્રમજીવી અને ગરીબ મધ્યમવર્ગીય ઠાકોર સમાજમાંથી આવતા હોવાથી તેમના દ્વારા ઠાકોર સમાજના વિકાસ માટે અનામત સમિતિના અધ્યક્ષ પદે રહી ભાજપ સરકાર પાસે પોતાના સમાજ માટે શાળા હોસ્ટેલો, વિધવા પેન્શનની રકમમાં વધારો અને વિશેષ ફંડની માગ સહિત વિવિધ માગણીઓ (Demand of Thakor community in Visnagar) કરવામાં આવી હતી.
ઠાકોર સમાજની માગણીઓ પર સરકાર ધ્યાન ન આપતા પરેશાન હતા અજમલજી ઠાકોર
જોકે, લાંબા સમયથી તેમની આ માગણીઓ મામલે (Demand of Thakor community in Visnagar) ભાજપની ગુજરાત સરકાર તરફથી કોઈ પ્રત્યુતર ન મળતા અંતે પક્ષ અને સરકારથી નારાજગી દર્શાવતા અજમલજી ઠાકોરે રાજીનામું આપવાનું શસ્ત્ર હાથમાં (Ajmalji Thakor's voluntary resignation) લીધું છે.
આ પણ વાંચો- AAP Leaders Joins BJP In Gandhinagar: 'ડૂબતા જહાજમાંથી ઉંદરડા પહેલા ભાગે' તે કહેવત આમ આદમી પાર્ટી પર સાર્થક
જે પક્ષ અમારી માગણી પૂરી કરશે તેમાં જોડાઈશુંઃ અજમલજી ઠાકોર
અજમલજી ઠાકોરને અન્ય પક્ષમાં જોડશો કે, કેમ તે અંગે પૂછતાં તેમણે પોતાના અનામત સમિતિના પ્રશ્નો સહિતની જે માગણીઓ (Demand of Thakor community in Visnagar) છે તે ને જે પક્ષ સમર્થન કરશે. તેમાં પોતે અને પોતાના સમર્થકોને જોડી તે રાજકીય પાર્ટીને સમર્થન કરશે અને હાલમાં તેઓ ભાજપ છોડી અન્ય કોઈ પાર્ટીમાં જોડાયા નથી તેવી જાહેરાત કરી છે.