- અવેદનપત્ર આપવા મોટી સંખ્યામાં લોકો એકઠા થયાં
- લોકોની ભીડ થતાં પોલીસે રોકટોક બાદ કરી અટકાયત
- સમર્થકોનું ટોળું મોટું હોવાથી પોલીસ માટે મુશ્કેલી બન્યું
મહેસાણાઃ મહેસાણા સ્થિત આવેલી દૂધ સાગર ડેરીની ચૂંટણી યોજાવવા જઈ રહી છે, ત્યારે ડેરી પર દબદબો ધરાવતા વિપુલ ચૌધરીનો CID ક્રાઈમની ટીમે ધરપકડ કરી છે. જેથી તેમના સમર્થકોએ એકત્ર થઈ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. જો કે, રેલીને મંજૂરી ન હોવાથી પોલીસે આયોજન સ્થળે એકત્ર થયેલા ટોળા સામે કાર્યવાહી કરતા પોલીસ અને સમર્થકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. જે બાદ ટોળાને વિખેરવા કાર્યવાહી કરતા પોલોસે ટોળામાંથી 20 જેટલા લોકોની અટકાયત કરી હતી.
પોલીસ સાથેના ઘર્ષણ વચ્ચે વિપુલ ચૌધરીના સમર્થકોએ આવેદનપત્ર પાઠવ્યું
એક તરફ જ્યાં રેલીને મંજૂરી નહીં હોવાથી પોલીસે ટોળા સામે અટકાયતી પગલાં ભરવાનું શરૂ કર્યું, તો બીજી તરફ કેટલાક સમર્થકો આવેદનપત્ર લઈ કલેક્ટર ઓફીસ પહોંચી ગયા હતા. આ સમર્થકોએ વિપુલ ચૌધરીને ન્યાય અપાવવા અધિક કલેક્ટરને રજૂઆત કરી હતી.