ETV Bharat / state

23 જાન્યુઆરીનાં રોજ મોઢેરા સૂર્યમંદિર ખાતે યોજાશે ઉત્તરાર્ધ મહોત્સવ - gujarat samachar

દર વર્ષે યોજાતો ઉત્તરાર્ધ મહોત્સવ આ વર્ષે કોરોના મહામારીને કારણે કોવિડ ગાઈડલાઈનનાં ચુસ્ત પાલન સાથે 23 જાન્યુઆરીનાં રોજ માત્ર એક દિવસ માટે યોજાનાર છે. મોઢેરા સૂર્યમંદિર ખાતે યોજાનાર આ મહોત્સવનાં આયોજન માટે મહેસાણા જિલ્લાનાં વહીવટી તંત્ર દ્વારા બેઠક યોજીને તૈયારીઓ શરૂ કરી છે.

ઉત્તરાર્ધ મહોત્સવ
ઉત્તરાર્ધ મહોત્સવ
author img

By

Published : Jan 9, 2021, 10:42 AM IST

  • કોરોના ગાઈડલાઇનનાં પાલન સાથે યોજાશે મહોત્સવ
  • મુખ્યપ્રધાન વિજય રૂપાણી કરાવશે મહોત્સવનો ઈ-શુભારંભ
  • સંલગ્ન અધિકારીઓએ ઉત્તરાર્ધ મહોત્સવનાં આયોજન માટે બેઠક યોજી
    ઉત્તરાર્ધ મહોત્સવ
    ગત વર્ષે યોજાયેલા ઉત્તરાર્ધ મહોત્સવની તસવીર

મહેસાણા: દર વર્ષે જાન્યુઆરી માસમાં યોજાનાર ઉત્તરાર્ધ મહોત્સવ આ વખતે ૨૩ જાન્યુઆરીનાં રોજ એક દિવસ માટે મોઢેરા સૂર્યમંદિર ખાતે યોજાવામાં આવશે. કોરોના વાયરસનાં સંક્રમણ વચ્ચે કોવિડ ગાઈડલાઈનનાં ચુસ્ત પાલન સાથે આ મહોત્સવનું આયોજન કરાયું છે. ઉત્તરાર્ધ મહોત્સવની તૈયારીના ભાગ રૂપે જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી.

મુખ્યપ્રધાનનાં હસ્તે ઇ-શુભારંભ, દર્શકો માટે જીવંત પ્રસારણની વ્યવસ્થા

પ્રવર્તમાન કોરોના વાયરસની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ વર્ષે ઉત્તરાર્ધ મહોત્સવ 23 જાન્યુઆરીનાં રોજ માત્ર એક દિવસ માટે યોજવાનું આયોજન કરાયું છે. આ મહોત્સવનું રાજ્યનાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા ગાંધીનગર ખાતેથી સાંજે ૦૬-૩૦ કલાકે ઇ-શુભારંભ કરાશે. કોરોના વાયરસની મહામારીને પગલે ઉત્તરાર્ધ મહોત્સવની પરંપરાને જાળવી રાખવાના હેતુસર આ વર્ષે મહોત્સવને સાદગીપૂર્ણ યોજવાનું આયોજન કરાયું છે. તેમજ સમગ્ર કાર્યક્રમ લોકો ઘેરબેઠા પણ નિહાળી શકે તે માટે જીંવત પ્રસારણનું આયોજન કરાયું છે.

મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજાઈ બેઠક

ઉત્તરાર્ધ મહોત્સવની તૈયારીઓનાં ભાગરૂપે જિલ્લા કલેક્ટરનાં અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણી,નિવાસી અધિક કલેકટર પ્રદિપસિંહ રાઠોડ,યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના અધિકારીઓ સહિત સંલ્ગન અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

બેઠક
ઉત્તરાર્ધ મહોત્સવની તૈયારીઓનાં ભાગરૂપે જિલ્લા કલેક્ટરનાં અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.