મહેસાણા: ઊંઝા માર્કેટયાર્ડ (Unza Marketyard) બજાર સમિતિમાં બીજી ટર્મ માટે ચેરમેન પદની ચૂંટણી આયોજિત (Asia First Masala Marketyard Unja) કરાઈ હતી. જેમાં ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં ઊંઝા માર્કેટ યાર્ડના બીજી ટર્મના ચેરમેન પદે પ્રથમ ટર્મના ચેરમેન રહેલા દિનેશ પટેલની પુનઃ એકવાર ચેરમેન પદે બિન હરીફ વરણી કરવામાં આવી છે.
ઊંઝા માર્કેટયાર્ડ એશિયામાં મસાલા બજાર માટે નામાંકિત
ઊંઝા સમગ્ર એશિયામાં મસાલા બજાર માટે નામાંકિત માર્કેટયાર્ડ હોય અહીંયા દિવસે કરોડોનો વેપાર થતો હોય છે. સીરિયા મોટી માર્કેટયાર્ડ (Syria large marketyard) બજાર સમિતિમાં છેલ્લા ઘણા વર્ષોથી શાસન ચલાવવાનો ઇતિહાસ અને રચના ઊંઝાના પૂર્વ ધારાસભ્ય નારણ પટેલ જૂથ સામે વર્તમાન ચેરમેન દિનેશ પટેલે ચૂંટણી જંગમાં બહુમતી સાથે શાસન ઝડપી લીધુ હતું.
દિનેશ પટેલે ચેરમેન પદની જવાબદારી સંભાળવાનુ વચન આપે છે
શાસન મળ્યાની પહેલી ટર્મમાં દિનેશ પટેલ સામે માર્કેટ ઓફિસના જ કર્મચારી દ્વારા કરોડોના શેષ કૌભાંડ કર્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યાં હતા. આ મામલો કોર્ટ-કચેરીએ ચડેલો છે તેવામાં ફરી એકવાર ઊંઝા માર્કેટયાર્ડમાં ચેરમેન પદની જવાબદારી દિનેશ પટેલને મળી છે, ત્યારે ઊંઝા માર્કેટ યાર્ડના વિકાસની વાત કરતા દિનેશ પટેલે ચેરમેન પદની જવાબદારી સંભાળવાનુ વચન આપે છે.
આ પણ વાંચો:
મહેસાણા જિલ્લામાં 21 એપ્રિલથી માર્કેટયાર્ડ શરૂ કરવા આયોજન બેઠક મળી