આ પ્રસંગે મુખ્યપ્રધાન વિજય રૂપાણીની સાથે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પણ હાજરી આપી હતી. રાજ્યના ઔદ્યોગિક વિકાસ માટે ઉદ્યોગકારો આગળ વધે તેવા સરકારના પ્રયાસને વાગોળતા મુખ્યપ્રધાને 2009માં સરકારે હિટાચી કંપની સાથે MOU કરી ઉદ્યોગિક ક્ષેત્રે ક્રાંતિ લાવવાની શરૂઆત કરી હતી.
આજે આ કંપની દ્વારા શરૂ કરવામાં આવેલ યુનિક ગ્લોબલ ડેવલોપમેન્ટ સેન્ટરનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. મહત્વનું છે કે, આજે મહેસાણા જિલ્લા સહિત રાજ્યના અનેક યુવાઓ આ સેન્ટરનો લાભ રોજગારી અને ઉદ્યોગો પ્રાપ્ત કરી શકે છે.