ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા પાટીદારોના કુળદેવી ઉમિયા માતાજીનો લક્ષચંડી મહાયજ્ઞ ઉજવાઇ રહ્યો છે. જેમાં 18 ડિસેમ્બરથી લઇ 22 ડિસેમ્બર સુધી પાંચ દિવસ માટે વિશાળ જગ્યા યજ્ઞ શાળા, ભોજન પ્રસાદ, રમત ગમત, જ્ઞાન વિજ્ઞાન અને ટેકનોલોજી, સાથે ધાર્મિક અને સંસ્કૃતિક અને કલા જગતની ઝાંખી કરાવતા અનેક વિવિધ પ્રદર્શનો તૈયાર કરાયા છે. શક્તિ સ્વરૂપમાં જગદંબાના 51 શક્તિ પીઠોની કૃતિઓ તૈયાર કરતા વિશેષ કારીગરોના હસ્તે 51 માતાજીની ઇકોફ્રેન્ડલી મૂર્તિઓ બનાવી છે. આ આબેહુબ 51 શક્તિપીઠના દર્શન થાય તેવી દર્શનાર્થીઓ માટે અનોખી વ્યવસ્થા કરી છે.
ઊંઝા લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવ 2019ના પ્રારંભે સમગ્ર ઊંઝા દુલહનની જેમ શણગાર સજેલું જોવા મળી રહ્યું છે. ઊંઝા ઉમિયામાતા સંસ્થાન થકી કરાયેલા આ મહાઆયોજનમાં ઉમિયાનગરમાં મહાયજ્ઞની ધાર્મિક અને શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે બુધવારે શરૂઆત કરાઈ છે.
આ પ્રસંગે રાજ્યના નાયબ મુખ્યપ્રઘાન નીતિન પટેલ દ્વારા આ મહોત્સવનું લોકાર્પણ કરાયું છે. પ્રથમ દિવેસ જગતગુરુ શંકરાચાર્ય દ્વારા ધર્મસભામાં ધાર્મિક પ્રવચન કરવામાં આવશે. આ પ્રસંગની શોભામાં અભિવૃદ્ધિ કરતા સામજિક, ધાર્મિક, વ્યવસાયિક, ઉદ્યોગિક અને શૈક્ષણિક સહિતના ક્ષેત્રે વિવિધ પ્રદર્શનો કરવામાં આવ્યા છે. જે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
મહોત્સવના પ્રથમ દિવસે જ સાંજે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, કેન્દ્રિયપ્રધાન પુરુષોતમ રૂપાલા સહિતના નેતાઓ અને રાજકીય અગ્રણીઓની ઉપસ્થિતિમાં સભા યોજાશે.
લક્ષચંડી મહાયજ્ઞ માટે 800 વિઘામાં નિર્મિત ઉમિયાનગરમાં ડોમ E અને Gમાં કેન્દ્રીય કૃષિપ્રધાન પુરષોત્તમ રૂપાલાના હસ્તે મેડિકલ સેવા કેન્દ્ર અને એગ્રીકલચર અને ઇન્ડસ્ટ્રીઝ પેવેલિયનનું લોકાર્પણ કરશે. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ દ્વારા C અને F બ્લોકમાં પોલીસ અને CCTV કંટ્રોલ રૂમ અને મીડિયા લોન્જ ન્યુ ઇન્ડિયા પેવેલિયનનું લોકાર્પણ કરશે.
ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણિના હસ્તે ડોમ Hમાં સીરામીક ઇન્ડસ્ટ્રીઝ એક્સપો અને ડોમ Bમાં કનજ્યુમર પ્રોડકટ પેવેલિયનનું લોકાર્પણ કરવામાં આવશે. રાજયના પ્રધાન આર.સી ફળદુ દ્વારા અન્નપૂર્ણા કક્ષ, જેમ્સ જવેલરી અને બેન્કિંગ ફાયનાન્સ પેવેલીયનનું ડોમ Dમાં લોકાર્પણ કારશે. માહેસૂલપ્રધાન કૌશિક પટેલ દ્વારા વિક્રમ સારાભાઈ સ્પેસ અને સાયન્સ પેવેલિયન તેમજ ગ્લોબલ ઇનોવેશન કોનકવેલ પેવેલિયનનું લોકાર્પણ કરશે. ઉર્જાપ્રધાન સૌરભભાઈ પટેલ દ્વારા નોનકન્વેનશનલ અને ક્લીન એનર્જી પેવેલિયનનું ડોન Aમાં લોકાર્પણ કરવામાં આવશે. પ્રધાન જયેશ રાદડિયા દ્વારા આર્ટ અને ક્રાફટ માર્કેટનું લોકાર્પણ કરવામાં આવશે. વિવિધ લોકાર્પણ બાદ સાંજે 8 કલાકે મલ્ટીમીડિયા શો અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.
મહોત્સવનો પ્રથમ દિવસ
- સવારે 7ઃ30 કલાકે: ઉમિયાનગરમાં વાજતે ગાજતે પ્રવેશ. સંસ્થાન પ્રમુખ મણિભાઇ મમ્મીના હસ્તે દીપ પ્રાગટ્યથી ઉદ્ઘાટન કરાશે
- સવારે 8ઃ00 કલાકે: લક્ષચંડી મહાયજ્ઞનો પ્રારંભ મુખ્ય મહેમાન ગૌરીબા ગણેશભાઈ પરિવાર (સનહાર્ટ)ના ગોવિંદભાઈના હસ્તે કરવામાં આવશે
- સવારે 9ઃ00 કલાકે: ઉત્તરાય જ્યોતિ પીઠાધીશ્વર શારદાપીઠ દ્વારકાના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજ ધર્મસભામાં આશીર્વચન પાઠવશે
- સાંજના 5ઃ00 કલાકે: સાંસ્કૃતિક મહોત્સવનું ઉદ્ઘાટન તથા દાતાઓનો સન્માન કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં CM વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રૂપાલા સહિત રાજ્યના પ્રધાનમંડળના સભ્યો હાજર રહેશે.
- રાત્રે 8ઃ00 કલાકે: મલ્ટીમીડિયા શૉ: અનંતકોટી બ્રહ્માંડમાં ગૂંજે આરાધના માં ભગવતીની. તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ સચિન અને જીગરનો લાઇવ કોન્સર્ટ યોજાશે