ETV Bharat / state

ખેરાલુમાં બે બાઇક ચાલકોનું ઇકોએ ટક્કર મારતા મૃત્યુ - tow bike riders death

મહેસાણાના ખેરાલુ તાલુકાના વાલાપુરા નજીક સોમવારે બપોરના સમયે બાઇક પર જઇ રહેલા બે મિત્રોને ઇકો ચાલકે ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. જેમાં એક યુવકનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું. જ્યારે અન્ય એક યુવકને ગંભીર ઇજાઓ પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો.

મૃતક યુવાનો
મૃતક યુવાનો
author img

By

Published : Mar 23, 2021, 9:22 AM IST

  • ખેરાલુ તાલુકાના વાલાપુરા-મંદ્રોપુર રોડ પર બે યુવકોનું મૃત્યુ
  • ઇકો કારની ટક્કરથી બે યુવકોનું મૃત્યુ થયું
  • ખેરાલુ પોલીસે કાર ચાલક સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી

મહેસાણા : ખેરાલુ તાલુકાના વાલાપુરા-મંદ્રોપુર રોડ પર સોમવારે બપોરના સમયે ચાણસોલ ગામના પ્રજાપતિ પ્રતિકકુમાર જ્યંતિ અને સથવારા નિકુલકુમાર પ્રવિણ નામના બે મિત્રો બાઇક લઇને જઇ રહ્યા હતા. ત્યાંથી પસાર થઇ રહેલી ઇકો ગાડીના ચાલકે બપોરે બે વાગ્યાની આસપાસ બાઇકને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. બાઇક પર સવાર પ્રતિકકુમાર પ્રજાપતિને ગંભીર ઇજાઓ પહોંચતાં ઘટના સ્થળે મૃત્યુ થયું હતું.

ઇકો અને બાઇક વચ્ચે અકસ્માત
ઇકો અને બાઇક વચ્ચે અકસ્માત

આ પણ વાંચો :કોડીનાર નજીક ટ્રક અને ST બસ વચ્ચે અકસ્માત સર્જાતા 10 પ્રવાસીઓ ઇજાગ્રસ્ત

ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો

પ્રતિકકુમાર પ્રજાપતિના મિત્ર નિકુલકુમાર સથવારાને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ત્યાં તેનું પણ મૃત્યુ થયું હોવાના અહેવાલો મળ્યા છે. મૃતકના પોસ્ટમોર્ટમની કામગીરી હાથ ધરાઇ હતી. ખેરાલુ પોલીસે અજાણ્યા ઇકો કાર ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઇકો અને બાઇક વચ્ચે અકસ્માત
ઇકો અને બાઇક વચ્ચે અકસ્માત

આ પણ વાંચો : દેશલપર પર નજીક કાર અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, બેના મોત એક ગંભીર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.