ETV Bharat / state

આજે 21માં કારગિલ દિવસના 20 વર્ષે પણ શહીદના પરિવાર જનોના આંસુ નથી સુકાયા..! - મહેસાણાના તાજા સમાચાર

કારગિલ દિવસ શબ્દ માત્રથી એક અનેક દેશપ્રેમી ભારતીયોમાં દેશદાઝ પ્રગટી ઉઠી જાય છે. આજે 21માં કારગિલ દિવસ પર 500થી વધુ આર્મી વીર જવાનોના બલિદાન અને 1300થી વધુ ઘાયલ જવાનોને યાદ કરતા અમે આવ્યા છીએ મહેસાણાના વિજાપુર તાલુકાની બોર્ડર પર આવેલા આનંદપુરા વેડા ગામે કે જ્યાં આજે કારગિલ યુદ્ધના 20 વર્ષ બાદ પણ એક માતા એક પત્ની અને દીકરા-દીકરીની આંખોના આંસુ સુકાયા નથી. તો કારગિલના યુદ્ધમાં દુશ્મનોના છલમાં ફાયરિંગની ઘટનામાં શહીદ થનારા ગામના એ વીર જવાનના બલિદાનથી ગૌરવ વનતું બન્યું છે આખું ગામ...

ETV BHARAT
આજે 21માં કારગિલ દિવસના 20 વર્ષે પણ શહીદના પરિવાર જનોના આંસુ નથી સુકાયા..!
author img

By

Published : Jul 26, 2020, 7:05 AM IST

મહેસાણાઃ વિજાપુર તાલુકાના છેવાડે આવેલ અનંદપુરા વેડા ગામે છનાભાઈ ચૌધરીના પરિવારમાંથી દેશપ્રેમ અને દેશ સેવાની લાગણી ધરાવતા રામજીભાઈ ચૌધરી યુવાનીમાં પ્રવેશતા જ આર્મીમાં જોડાઈ ગયા હતાં. દેશ માટે કંઈક કરવાની ઈચ્છા ધરાવતા હતા. તેઓ આર્મીમાં જોડાવવા માટે પરિવારની પણ મંજૂરી લીધા વગર જ આર્મીની પરીક્ષા આપી પસંદગી પામ્યા હતાં. દીકરો આર્મીમાં જવાનો હોવાનું સાંભળતા તેમના પ્રેમાળ હૃદયના માતાએ દીકરાને એકવાર રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ રામજીભાઈ એ મનના હતા કે તેમનામાં રહેલા દેશ પ્રેમ પર માતાનો અવાજ દિલમાં જ દબાઈ રહ્યો અને અનંદપુરા વેડા ગામના આ જવાને ભારતીય સેનામાં ફરજ શરૂ કરી દીધી.

આજે 21માં કારગિલ દિવસના 20 વર્ષે પણ શહીદના પરિવાર જનોના આંસુ નથી સુકાયા..!

સામાન્ય રીતે રામજીભાઈએ પોતાની 12 વર્ષની ફરજ દરમિયાન અનેક બોર્ડરો પર પોતાની જવાબદારી નિભાવી હતી, પરંતુ તેમને શ્રીનગર પસંદ હોવાથી તેમણે બીજી વાર શ્રીનગરમાં પોતાના પરિવાર સાથે ફરજ પર જવાનો ઓર્ડર મેળવ્યો હતો. ત્યાં જ વર્ષ 1999માં જૂન જુલાઈ મહિનામાં કારગિલ પર ઘૂસણખોરી કરી દુશ્મનોએ હુમલો કર્યો હતો. આ યુદ્ધના સાક્ષી બનેલા રામજીભાઇએ દેશની રક્ષા કાજે લડાઈ લડ્યા હતાં. જો કે, યુદ્ધની સ્થિતિ વણસતી જોઈ પરિવારને ગુજરાત જવા રવાના કરી પોતે ફરજ પર રોકાયા હતાં. અંતે યુદ્ધ વિરામ બાદ પણ દુશ્મનો દ્વારા ફાયરિંગ કરવામાં આવતા પોતાના મિત્રો સાથે ટેન્ટમાં બેઠેલા રામજીભાઈ સહિત 7 જવાનોને દુશમનોના ગોળીબારમાં ગોળીઓ વાગતા તેઓ શહીદ થયા હતાં.

ETV BHARAT
શહીદ
ETV BHARAT
શહીદની પત્ની

માઈલો દૂર બનેલી આ ઘટનાની જાણ 7 દિવસે પરિવારને થતાં પરિવાર સહિત આસપાસના ગામોમાં ભારે શોકની લાગણી પ્રસરી હતી. શહીદ વીર રામજીભાઈનો પાર્થિવદેહ તેમના નિવાસસ્થાને લાવતા વીરગતિ પામનારા વીરને શ્રદ્ધાંજલિ આપવા હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. ભારતીય સેના દ્વારા વીરગતિ પામનારા આ શહીદ વીરને રાષ્ટ્રીય સન્માન સાથે ગાર્ડઓફ ઓનર સહિતની સલામી આપતા અંતિમ વિદાય અપવામાં આવી હતી.

ETV BHARAT
શહીદ
ETV BHARAT
શહીદ

આમ રામજીભાઈ ચૌધરીની વિરગતિની એક કહાની તેમની અંતિમ ક્રિયા સાથે પૂર્ણ થઈ, પરંતુ આજે કારગિલ દિવસ આવતાં આ શહીદ વીરના પરિવારના સભ્યો એક કાળભર્યા કાળા દિવસના આજે પણ ભૂલી શકતા નથી. રામજીભાઇની પત્ની પતિ શહીદ થઈ જતાં ગત 20 વર્ષથી માતા સમાન સાસુની સેવા ચાકરી કરી રહ્યા છે. તો નાની ઉંમરે ગંગાસ્વરૂપ બનેલા ભીખીબેન 5 વર્ષની નાની દીકરી અને 3 વર્ષના નાના દીકરાની પરવરીશ કરી તેમને ભણાવી ગણાવી શિક્ષિત બનાવ્યા છે. આમ શહીદવીરના પત્નીએ સાસુ અને પોતાના બાળકોને રામજીભાઈની ખોટ ન વર્તાય માટે પોતાની જાત ન્યોછવાર કરી સાચા સૈનિકના પત્ની તરીકે પોતાનું કર્તવ્ય નિભાવ્યું છે.

ETV BHARAT
શહીદ
ETV BHARAT
21માં કારગિલ દિવસના 20 વર્ષે પણ શહીદના પરિવાર જનોના આંસુ નથી સુકાયા

આજે રામજીભાઇ માતા એક પથારીવશ છે, પરંતુ દીકરાની યાદ આવતા જ ગમગીન બની દુઃખના આંસુ સારી રહ્યા છે. એક માતા આજે દીકરો દેશની રક્ષા કાજે શહીદ થયો હોવાનું ગૌરવ અનુભવી પોતાના હૃદય અને મનને આશ્વાસન આપી વૃદ્ધાવસ્થા વિતાવી રહ્યા છે. આ શહીદ વીરગતિ પામ્યા ત્યારે દીકરી કોમલ 4 વર્ષની હતી, પરંતુ સમજણ આવી ત્યારે પિતાની ખોટ અનુભવી છતાં માતાની મહેનત અને આશ્વાસને બન્ને ભાઈ બહેનને જીવનના પડાવ પાર કરવાની હિંમત આપી. રામજીભાઈની દીકરી પોતાના પિતા તેમની વચ્ચે ન હોવાનું દુઃખ અનુભવતા હોવા છતાં પિતાના દેશ માટેના બલિદાનને પોતાનું ગૌરવ માની રહ્યા છે. પિતાના દેશપ્રેમના પંથે આ દીકરી પણ પોતે સરકારી કે ખાનગી કોઈ પણ ક્ષેત્રે હશે, રાષ્ટ્રહિત અને દેશપ્રેમ પોતાનામાં જીવતો રાખી પિતાને સદાય સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરશે.

ETV BHARAT
શહીદનો પરિવાર

મહેસાણાથી રોનક પંચાલનો વિશેષ અહેવાલ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.