- ચાણસ્મામાં બિમારીથી કંટાળી યુવકે આત્મહત્યા કરી
- કેનાલમાં લગાવી મોતની છંલાગ
- પરિવાર અને મિત્રો માટે બનાવ્યો એક વીડિયો
મહેસાણા : મોઢેરા મહેસાણા જિલ્લાનો છેવાડાનો વિસ્તાર છે, જ્યાં તાજેતરમાં કેનાલની અંદર એક યુવકે આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના સામે આવી છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, યુવકે પોતાની બીમારીથી કંટાળી માનસિક સંતુલન ન જાળવી શકતા આ પગલું ભર્યું છે.
બિમારીથી કંટાળીને કરી આત્મહત્યા
મહેસાણાના જિલ્લાની નજીક પાટણના ચાણસ્મા તાલુકાના ગંગેટ ગામના એક યુવકને લાંબા સમયથી કિડનીની બીમારી હોવાના કારણે તે કંટાળી ગયો હતો અને માનસિક રીતે પણ ભાંગી પડ્યો હતો. શુક્રવારના રોજ પોતાના ગામથી થોડે દૂર બેચરાજી તાલુકાના મોઢેરા ખાતે કેનાલ નજીક જઈને આત્મહત્યા કરી મોતને વ્હાલું કર્યું હતું. યુવકને કેનાલમાં પડેલો જોઈ સ્થાનિકોએ પોલીસને જાણ કરી તરવૈયાઓ અને મહેસાણા પાલિકાની ફાયર ફાઇટર ટીમની મદદ લઇ મૃતકના મૃતદેહને બહાર કાઢ્યો હતો.
આ પણ વાંચો : Rajdhani Express: રત્નાગિરિમાં ટ્રેન પાટા પરથી ઉતરી, બધા પ્રવાસી સલામત
પરિવાર માટે વીડિયો
મૃતકની ઓણખ મૃતક જસવંત ઠાકોર તરીકે થઈ હતી. તેના પરિવારને બનાવ સ્થળે બોલાવતા મૃતકે આત્મહત્યા પહેલા પોતાના મોત પાછળ બીમારીનું કારણ રજૂ કરી અન્ય કોઈ વ્યક્તિ જવાબદાર ન હોવાનું કહી અંતે પોતાની માતા અને મિત્રો માટે શબ્દોમાં પ્રેમ વ્યક્ત કરેલો વીડિઓ સામે આવ્યો હતો. જેથી પરિવારે કોઈ પોલીસ કાર્યવાહી ન કરવાનું નિવેદન આપતા પોલોસે મૃતદેહ પરિવારને સોંપ્યો હતો.
આ પણ વાંચો : આંતરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસ 2021 - રાજકોટ જિલ્લામાં સહિ ઝુંબેશનો પ્રારંભ
આવા અનેક કિસ્સા
6 મહિના પહેલા અમદાવાદમાં જ આવી રીતે પોતાના પતિના ત્રાસને કારણે આયશા નામની પરણિતાએ સાબરમતિમાં મોતની છલાંગ લગાવી હતી. આત્મહત્યા કરતા પહેલા તેણે એક હ્રદય દ્રાવક વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. જેના તે વીડિયો ઘણો વાયરલ થયો હતો. ઝારખંડમાં કોમલે પણ પોતાના પતિના ત્રાસને કારણે આત્મહત્યા કર્યો હતો. તેણે પણ આત્મહત્યા પહેલા વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો.