- નંદાસણ ગામે આવેલા ઉમાનગરમાં રાત્રે પરિવાર ધાબે સુતો હતો
- તસ્કરોએ ઓશિકા પાસેથી તાળાની ચાલી લઇ લૂંટ કરી
- 22 હજારના દાગીના અને 22 હજાર રોકડ મળીને 44000નો મુદ્દામાલ કબ્જે કર્યો
મહેસાણા : જિલ્લામાં કડી વિસ્તારમાં ચોરી, લૂંટ અને હત્યા જેવી ઘટના છેલ્લા ત્રણ દિવસથી પ્રતિદિન સામે આવી રહી છે. ગુન્હાખોરીનો અડ્ડો બનેલા કડી એવા નાયબ મુખ્યપ્રધાનના હોમ ટાઉનમાં તસ્કરો બેફામ બનતા નંદાસણ ગામે આવેલા ઉમાનગરમાં રાત્રે પરિવાર ધાબે સુઈ રહ્યો હતો.
આ પણ વાંચો : અમદાવાદ LCBએ ગાડીના સાઈલેન્સર ચોરી કરતા 2 આરોપીની ધરપકડ કરી 20 ગુનાનો ભેદ ઉકેલ્યો
તસ્કરો કુલ 44 હજારના દર દાગીના લઈને ફરાર થઈ ગયા
બે તસ્કરોએ આવી તેમના ઓશિકા નીચે મુકેલા ઘરના તાળાની ચાવી લઈને તાળું ખોલીને બિન્દાસ્ત ચોરી કરતા ઘરના તિજોરી, કબાટ, તોડ-ફોડ કરી સરસામા અસ્ત-વ્યસ્ત કરતા તિજોરીમાં પડેલા 22 હજારના ઘરેણાં અને 22 હજારની રોકડ મળી કુલ 44 હજારના દર દાગીના લઈને ફરાર થઈ ગયેલા જે બનાવની જાણ સવારે પરિવારને થતા પોલીસને જાણ કરી તપાસ માટે ફરિયાદ નોંધાવી છે.
આ પણ વાંચો : વાપીમાં 28 ઘરફોડ ચોરીમાં સંડોવાયેલ 4 આરોપીની ધરપકડ કરાઇ
પોલીસે ફરિયાદ આધારે તપાસ કરતા તસ્કરો CCTVમાં કેદ થયા
નંદાસણ ગામે ઉમાનગરમાં તસ્કરી થયાની માહિતી મળતા નંદસણ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ બનાવ અંગે પ્રાથમિક તપાસ કરી ફરિયાદ લઈને બનાવ સ્થળ નજીક લગાવેલા CCTV ફૂટેજ જોતા બે તસ્કરો ફુટેજમાં કેદ થયેલા જે ફૂટેજને આધારે પોલીસે તસ્કરી આચરનાર બે શખ્સો કોણ હતા ? તે અંગે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.