- કડીમાં મધરાતે મોબાઈલ શોપમાં ચોરી
- રાત્રી કરફ્યુ દરમિયાન થયેલી ચોરીએ પોલીસની કામગીરી પર ઉભા કર્યા સવાલ
- CCTVના આધારે પોલીસે તપાસ હાથ ધરી
મહેસાણા: જિલ્લાનું કડી લૂંટ ચોરી હત્યા અને મારામારીની ઘટનાઓ દિન પ્રતિદિન વધી રહી છે. કડીમાં વધુ એક ચોરીની ઘટના સામે આવી છે. જેમાં કડી પોલીસ એક તરફ રાત્રી કરફ્યુના પાલન કરાવવાના દવા કરી રહી છે ત્યાં બીજી તરફ તસ્કરોએ પોલીસ મથક પાસે આવેલ ખોડિયાર ચેમ્બરના રાજ મોબાઈલ શોપમાં 9 લાખના મુદ્દામાલની ચોરી કરતા કડી પોલીસ નિંદ્રાધીન હાલતમાં ઝડપાઇ છે.
ચોરીના cvtv ફૂટેજ સામે આવ્યા
મોબાઈલ શોપમાં તસ્કરીની ઘટનાએ હવે પોલીસની ઊંઘ હરામ કરી નાખી છે. રાત્રી કરફ્યુ વચ્ચે પણ તસ્કરો બેફામ બની બંધ દુકાનોને નિશાન બનાવી લાખોની ચોરી કરી હોવાની ઘટના સામે આવતા પોલીસ તંત્ર હરક્તમાં આવ્યું હતું. તપાસ કરતા રાજ મોબાઈલમાં લાગેલા CCTV ફુટેજમાં ચાર અજણાયા વ્યક્તિઓ ગણતરીની મીનિટોમાં દુકાનમાં પડેલા 7,94,360 રૂપિયાની કિંમતના 81 મોબાઈલ , 62,100ની મોબાઈલ એસેસરીજ, એક ટેબલેટ અને 3 સ્માર્ટ વોચ સહિત કુલ 9 લાખ ઉપરાંતનો મુદ્દામાલ લઈ ફરાર થઈ ગયા હતા. દુકાનના માલિકની ફરીયાદન અને CCTVના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચો : 28 લાખના હીરા ચોરી કરનાર રત્નકલાકારની ધરપકડ
પોલીસના નાક નીચે થઈ ચોરી
કોરોના મહામારી સમયે રાજ્ય સરકાર દ્વારા રાત્રી કરફ્યુ લગાવવામાં આવ્યો છે, કડીમાં પણ પોલીસ લાંબી કતારોમાં પોલીસ વેન સાથે લોકોને રાત્રી કરફ્યુનું પાલન કરવી રહી છે. રાત્રી કરફ્યુ દરમિયાન જિલ્લાના દરેક રસ્તાઓ પર આખી રાત્રી પોલીસોનો સખ્ત બંદોબસ્ત પણ હોય છે પંરતુ મધરાતે થયેલી મોબાઈલની દુકાનમાં ચોરી પોલીસની કામગીરી અંગે અનેક સવાલો ઉભા કરે છે.