મહેસાણાઃ જિલ્લાના ખેરાલુ તાલુકામાં આવેલ મંડાલી ગામ નજીક આવેલા ગણેશપુરાની સિમમાં આવેલ એક કૂવામાંથી અજણાયા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. જોકે રાત્રીના સમયે મળી આવેલા મૃતદેહ બહાર કાઢતા સવાર સુધીનો સમય લાગ્યો હતો. જે બાદ મૃતદેહની ઓળખ કરાતા ગામના રહેવાસી પરિવારનો પરિચિત હોવાનું ખુલ્યું હતું. જે બાદ પોલીસે મૃતકના મોત અંગેનું કારણ જાણવા સ્થળ પંચનામું કરી મૃતદેહને પોસ્ટમોર્ટ અર્થે ખસેડ્યો હતો.
આ ઘટના અંગે સ્થાનિક સૂત્રોની ચર્ચામાં મૃતક યુવકના કોઈ મહિલા બુટલેગર સાથેના આડા સંબંધો હોઈથી યુવકની હત્યા કરાઈ હોવાની આશંકાઓ સેવાઇ રહી છે. યુવકના મોતનું સાચું કારણ પોસ્ટમોર્ટમના રિપોર્ટ અને પોલીસ તપાસ બાદ જ સામે આવી શકે તેમ છે.