ETV Bharat / state

મહેસાણા દૂધ સંઘની ચૂંટણી મામલે આજે પ્રસિદ્ધ થનારી ઉમેદવાર યાદી પર ગુજરાત હાઈકોર્ટે રોક લગાવી - ગુજરાત હાઈકોર્ટ

મહેસાણા દૂધ સંઘની ચૂંટણી મામલે આજે જાહેર થનારી ઉમેદવાર યાદીને પ્રસિદ્ધ કરવા પર ગુજરાત હાઈકોર્ટે રોક લગાવી દીધી છે. મહેસાણા દૂધ સાગર ડેરીની ચૂંટણી યોજાવવા જઈ રહી છે. તે પહેલાં આજે ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ થવાની હતી. જોકે, આજે આ યાદી પ્રસિદ્ધ કરવા પર હાઈકોર્ટે રોક લગાવી બીજો આદેશ ન મળે ત્યાં સુધી યાદી પ્રસિદ્ધ ન કરવા હુકમ કર્યો છે.

મહેસાણા દૂધ સંઘની ચૂંટણી મામલે આજે પ્રસિદ્ધ થનારી ઉમેદવાર યાદી પર ગુજરાત હાઈકોર્ટે રોક લગાવી

author img

By

Published : Dec 22, 2020, 11:31 AM IST

  • મહેસાણા જિલ્લા દૂધ સંઘની ચૂંટણીનો મામલો
  • મહેસાણા દૂધ સંઘની ચૂંટણી મામલે ઉમેદવાર યાદી પ્રસિદ્ધ કરવા પર હાઇકોર્ટે રોક લગાવી
  • આજ રોજ પ્રસિદ્ધ થનારી ઉમેદવાર યાદી ગુજરાત હાઈકોર્ટે સ્થગિત કરાવી
  • ખેરાલુ જોડિયા મંડળીને ઓડિટ વર્ગ બાબતે કરાયેલ રજૂઆત પર હાઈકોર્ટે યાદી સ્થગિત કરાવી
  • હાઈકોર્ટનો બીજો હુકમ ન મળે ત્યાં સુધી ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ ન કરવા ફરમાન
  • કોર્ટના આદેશ બાદ ચૂંટણી અધિકારી દ્વારા ઉમેદવારોની યાદી ન કરી
મહેસાણા દૂધ સંઘની ચૂંટણી મામલે આજે પ્રસિદ્ધ થનારી ઉમેદવાર યાદી પર ગુજરાત હાઈકોર્ટે રોક લગાવી
મહેસાણા દૂધ સંઘની ચૂંટણી મામલે આજે પ્રસિદ્ધ થનારી ઉમેદવાર યાદી પર ગુજરાત હાઈકોર્ટે રોક લગાવી

મહેસાણાઃ મહત્ત્વનું છે કે, આજે જ્યારે દૂધ સાગર ડેરીની ચૂંટણીએ રાજકીય રંગ પકડ્યો છે ત્યારે હરિફ ઉમેદવારો અને તેમના સમર્થક જૂથો દ્વારા સામ, દામ, દંડ, ભેદ સહિત સત્તાનો ઉપયોગ કરવાની નીતિ અપનાવાઈ રહી છે ત્યારે ખેરાલુ તાલુકાની જોડિયા દૂધ મંડળીને રજિસ્ટ્રાર દ્વારા ઓડિટ વર્ગમાં ફેરબદલ કરાઈ હોવામાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ સાથે અરજદારો દ્વારા હાઇકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. આને ધ્યાને રાખી કોર્ટે દૂધ સંઘની ચૂંટણીના મુખ્ય અધિકારી સી.સી. પટેલને પત્ર લખી 22 ડિસેમ્બરે જે ઉમેદવાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવવાની હતી તે ન કરવા આદેશ કરાયો છે. હાઈકોર્ટે અરજદારને સાંભળવા માટે ચૂંટણીમાં ફોર્મ ભરનાર માન્ય ઉમેદવારની યાદી પ્રસિદ્ધ કરવા પર રોક લગાવી બીજો આદેશ ન મળે ત્યાં સુધી યાદી જાહેર ન કરવા ફરમાન કર્યું છે

જોડિયા દૂધ મંડળીનો ઓડિટ વર્ગ બદલાતા વિપુલ ચૌધરીની ઉમેદવારી સામે મોટો પડકાર...
મહત્ત્વનું છે કે, જે ખેરાલુની જોડિયા દૂધ મંડળીનો ઓડિટ વર્ગ બદલવામાં આવ્યો છે તે મંડળીના સભ્ય પદેથી વિપુલ ચૌધરી પોતાની મજબૂત ઉમેદવારી નોંધવવા પ્રયાસ કર્યો છે. જોકે, જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા તાજેતરમાં તે મંડળીને ઓડિટ વર્ગ બદલી નીચા ઓડિટ વર્ગમાં ધકેલી દેવતા વિપુલ ચૌધરી માથે ઉમેદવારી રદ થવાનું જોખમ મંડરાઈ રહ્યું છે, જેને પગલે ગુજરાત હાઈકોર્ટમાં આ મંડળીના વર્ગ બદલાવ મામલે રજૂઆત કરવામાં આવી છે. આ મામલે કોર્ટ અરજદારોને સાંભળી નિર્ણય કરશે. જોકે, હાલમાં અરજદાર મંડળી જિલ્લા દૂધ સંઘમાં ઉમેદવારીને મતદાતા તરીકે આવે કે નહીં તે માટેનો વર્ગ નક્કી કરવા અરજદારો કોર્ટમાં પોતાની વધુ રજૂઆત કરશે. બાદમાં કોર્ટના આદેશથી માન્ય ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.