મહેસાણા : કોરોના વાઇરસ થકી સમગ્ર વિશ્વમાં મહામારી સર્જાઈ છે. ત્યાં ભક્તિ, શક્તિ અને આસ્થાના સ્થાનકો પર વાઇરસનું સંક્રમણ ન ફેલાઇ તે માટે કાળજી રાખતા તમામ ધાર્મિક સ્થળો લોકડાઉન દરમિયાન બંધ રાખવામાં આવ્યા હતા. જો કે અનલોક-1 શરૂ થતા મળેલી કેટલીક છૂટછાટના આધારે 90 દિવસ સુધી દર્શનાર્થીઓ માટે બંધ થયેલા બહુચરાજી માતાજી મંદિરના દ્વારા આજે સોમવારે ખુલી ગયા છે.
![બહુચરાજી મંદિરના દ્વાર 90 દિવસ બાદ ખુલ્લા મુકાયા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-msn-03-bechraji-mandir-open-avb-7205245_15062020150241_1506f_1592213561_146.png)
મહત્વનું છે કે, મંદિરના દ્વારા તો ખુલ્યા છે, પરંતુ વાઇરસના વધતા સંક્રમણને ધ્યાને રાખી સરકારની સૂચના મુજબ મંદિર સવારે 8થી બપોરના 12 કલાક સુધી અને સાંજે 2થી 6 કલાક સુધી ખુલ્લું રહેશે તો મંદિરમાં 10 વર્ષથી નાના ભૂલકાઓ અને 65 વર્ષથી ઉપરના વૃદ્ધ સહિત સગર્ભા મહિલાઓને મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે નહી, બીજી તરફ જે કોઈ દર્શનાર્થીઓ આવશે તેમને પોતાના પગરખાં પોતાના વાહનમાં જ મૂકવાના રહેશે.
![ગ્રાફ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7625738_msn.jpg)
બહુચરાજી મંદિરે સામાન્ય રીતે દર વર્ષે લાખો ભક્તો દર્શનાર્થે આવતા હોય છે. જેને પગલે માતાજીનો પ્રસાદ, ચૂંદડી સહિતની પૂજાવીધીની સામગ્રી વેંચતા સ્થાનિક વેપારીઓ પોતાનું પેટિયું રડતા હોય છે. જોકે કમાણી કરવાની મુખ્ય સીઝનમાં જ લોકડાઉન રહેતા વેપારીઓને ભારે તકલીફ સાપડી છે.